Home »National News »Latest News »National» 3 Army Personnel Martyried During Encounter Between Forces And Terrorists At Bandipora

જમ્મુ-કાશ્મીરઃ સાંબામાં 20 મીટર લાંબી સુરંગ મળી; આતંકીઓ સાથે અથડામણમાં 3 જવાન શહીદ

divyabhaskar.com | Feb 14, 2017, 18:35 PM IST

  • સાંબા સેક્ટરના રામગઢમાં ઈન્ટરનેશનલ બોર્ડર નજીકથી BSF દ્વારા ટનલ શોધી કાઢવામાં આવી
શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના બંદીપુરા જિલ્લામાં આર્મી અને આતંકીઓ વચ્ચે  થયેલી અથડામણમાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 1 આંતકી ઠાર કરાયો છે. આતંકી લશ્કર-એ-તોયબાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાઝિન વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન  જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન પૂર્ણ થયા બાદ જવાનોને મોટી માત્રામાં દારૂગોળો, હથિયાર અને ભારતીય ચલણી નોટો મળી આવી છે. આ દરમિયાન સાંબા સેક્ટરના રામગઢમાં ઈન્ટરનેશનલ બોર્ડર નજીકથી BSF દ્વારા 20 મીટર લાંબી ટનલ શોધી કાઢવામાં આવી છે.  આ ટનલનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.
 
એક છેડો ભારતમાં અને બીજો પાકિસ્તાનમાં
 
બીએસએફ ડીઆઈજી ધર્મેન્દ્ર પારીકે સુરંગ મળ્યાની પુષ્ટિ કરી હતી. આ સુરંગ રામગઢ સેક્ટરમાં મળી છે. ગયા વર્ષે પણ ડિસેમ્બર અને માર્ચમાં ઈન્ટરનેશનલ બોર્ડર પાસે સુરંગ મળી હતી. બીએસએફની સ્પેશ્યલ ટીમે આ સુરંગ શોધી કાઢી હતી. સોમવારે મળેલી સુરંગનો એક છેડો ભારતમાં અને બીજો પાકિસ્તાનમાં નીકળે છે. આ સુરંગ ઈન્ટરનેશલ બોર્ડરની ફેન્સિંગની નીચેથી નીકળે છે. સુરંગ 2.5*2.5 લાંબી અને ઊંચી છે. પારિકે જણાવ્યું હતું કે અમને એવી આશંકા છે કે આતંકીઓ આ ટનલનો ઉપયોગ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે કરતા હતા. ટનલ પુરી રીતે તૈયાર ન હતી. પાકિસ્તાન રેન્જર્સની મદદ વિના આ ટનલ બનાવવી મુશ્કેલી છે.
 
આતંકી પાસેથી 2 હજારની નોટો પણ મળી
 
બંદીપુરમાં આતંકીઓને ઠાર કરવાનું ઓપરેશન પૂર્ણ થયા બાદ જવાનોને તેની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો, હથિયાર અને ભારતીય ચલણી નોટો મળી આવી હતી. મળી આવેલી ચલણી નોટોમાં 2000 રૂપિયાની નવી નોટનો પણ સમાવેશ થાય છે.
 
પાકે. આતંકીઓની ફેક્ટરી બંધ નથી કરી
 
જમ્મુ-કાશ્મીરમાં એકાંતરા બની રહેલી આતંકી ઘટનાઓ અંગે વિદેશ સચિવ એસ. જયશંકરે કહ્યું કે, પાકિસ્તાને તેની આતંકની ફેકટરીઓ બંધ કરી નથી. ભારત-પાક રિલેશનમાં આ મહત્વનો ઈસ્યુ છે.
 
એન્કાઉન્ટર બાદ લોકોએ કર્યું હતું પ્રદર્શન
 
- ફિરસલમાં રવિવારે સેનાના ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનીક લોકો રોડ પર ઉતરી આવ્યા હતા.
- તેઓ એન્કાઉન્ટર સ્પોટ તરફ આગળ વધવા લાગ્યા હતા. રસ્તામાં સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ કર્યા તો દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો.
- તેમને વેર-વિખેર કરવા માટે સેનાએ પણ બળ પ્રયોગ કર્યો હતો. તેમાં 15થી વધારે લોકો ઘવાયા હતા.
 
ઈનપુટ મળ્યા બાદ શરૂ કર્યું હતું ઓપરેશન
 
-સિક્યુરિટી ફોર્સે રવિવારે વહેલી સવારે 4.30 વાગ સમગ્ર વિસ્તારને ઘેરીને એક બાદ એક તમામ ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
- જમાં લાન્સ નાયક રઘુવીર સિંહ અને લાન્સ નાયક ગોપાલસિંહ ભહોરિયા શહીદ થયા હતા.
- માર્યા ગયેલા આતંકીઓની ઓળખ મુસદિર અહમદ, ફારુક અહમદ ડાર, અઝહર અહમદ તરીકે થઈ છે. એકની ઓળખ થઈ શકી નથી.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 army personnel martyried during encounter between forces and terrorists at bandipora
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended