Home »National News »Latest News »National» Air India S Flight Emergency Lending At Jaipur Aiport

જયપુર: 122 પેસેન્જર્સ સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

divyabhaskar.com | Feb 06, 2017, 12:52 PM IST

  • એર ઈન્ડિયાની ફલાઈટનો પાયલટ લો-વિઝિબિલિટીમાં લેન્ડિંગ માટે તૈયાર ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાઈલ
જયપુર. અહીંયાના એરપોર્ટ પર સોમવારે એર ઈન્ડિયાની ભોપાલ-દિલ્હી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પાયલટ લો-વિઝિબિલિટીમાં ફ્લાઈટના લેન્ડિંગ માટે તૈયાર ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરીને જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. આ ઘટના સવારે આશરે 9.55 વાગ્યાની છે. જયપુર એરપોર્ટના ડાયરેક્ટર જયદીપ સિંહ બલહારાના જણાવ્યા મુજબ, પાયલટે પહેલાં ફ્યૂલ ઓછું હોવાના કારણે પ્રાયોરિટી લેન્ડિંગની પરમિશન માંગી હતી. આ ફ્લાઈટમાં 122 પેસેન્જર્સ સવાર હતા.
 
દિલ્હીમાં ખરાબ હવામાન
 
-દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે સોમવારે અનેક ફ્લાઈટ્સ આશરે 3 કલાક મોડી ટેકઓફ, લેન્ડિંગ થઈ રહી છે.
-જયદીપ સિંહ બલહરા મુજબ, એર ઈન્ડિયાની ભોપાલ-દિલ્હી ફ્લાઈટની સાથે પણ આવું જ થયું.
- તેમણે જણાવ્યું કે, આ ફ્લાઈટના પાયલટે પહેલા દિલ્હી એરપોર્ટ પર ઓછું ફ્યૂલ હોવાના કારણે ઉતરવાની પરમિશન માંગી હતી. પરંતુ ત્યાંના એટીસીએ પરમિશન આપી નહોતી.
- ફ્લાઈટને જયપુર લઈ જવાનું જણાવાયું, જે બાદ અહીં લેન્ડ થઈ.
- તપાસમાં લીકેજના કારણે ફ્યૂલ ઓછું થઈ ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Air india s flight emergency lending at jaipur aiport
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended