Home »National News »Latest News »National» Election For Second Phase In UP & Uttrakhand Begin

ઉત્તર પ્રદેશમાં 5 વાગ્યા સુધીમા 65.5%, ઉત્તરાખંડમાં થયું 68% વોટિંગ

divyabhaskar.com | Feb 15, 2017, 18:45 PM IST

  • ઉત્તર પ્રદેશમાં 67 બેઠક માટે બીજા તબક્કાનું વોટિંગ
લખનઉ/દેહરાદૂન: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના બીજા તબક્કામાં 67 બેઠકો પર મતદાન થઈ થયું હતું. ઉત્તર પ્રદેશમાં 5 વાગ્યા સુધીમા 65.5% મતદાન થયું. જ્યારે ઉત્તરાખંડમાં 70માંથી 69 બેઠકો પર ભાર સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. ઉત્તરાખંડમાં 5 વાગ્યા સુધીમાં 68% મતદાન થયું.  
ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણીઓ 
 
- યુપીમાં બીજા તબક્કાની ચૂંટણીઓ માટે સવારે 1 વાગ્યા સુધીમાં 42.05 ટકા મતદાન નોંધાયું હતું. 
- ઉત્તરપ્રદેશ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓમાં 721 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઈવીએમમાં કેદ થયો હતો.
- કુલ 2.28 કરોડ મતદાતાઓમાંથી 47.72 લાખ કરોડ મતદાતા 18-19 વર્ષના છે. 
- કુલ 23695 પોલિંગ બુથમાંથી 2983 પોલિંગ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. 
- સહરાનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, બરેલી, અમરોહા, પીલીભીત, લખીમપુર ખીરી,શાહજહાંપુર તથા બદાયૂં એમ 11 જિલ્લામાં મતદાન થયું.
- કુલ 67 બેઠકો પર મતદાન થયું. 2012માં અહીં સમાજવાદી પાર્ટીને 34, બહુજન સમાજવાદી પાર્ટીને 17, ભારતીય જનતા પાર્ટીને 10, કોંગ્રેસને 4 તથા   અન્યોને બે બેઠક મળી છે. 
 
ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ 
 
- ઉત્તરાખંડ વિધાનસભાની 70 બેઠકોમાંથી 69 બેઠકો પર મતદાન થયું હતું.
- કર્ણપ્રયાગ બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કણવાસીના નિવેદન બાદ અહીં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Election for second phase in UP & Uttrakhand begin
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext