Home »National News »Latest News »National» Assembly Elections 2017 Kick Off With Punjab, Goa Voting Today

ગોવામાં 83% મતદાન થયાનો અંદાજ, પંજાબમાં 70% વોટિંગ

divyabhaskar.com | Feb 04, 2017, 23:54 PM IST

  • પારિકરે લાઈનમાં ઊભા કરી વોટિંગ કર્યું હતું.
નવી દિલ્હી. પાંચ રાજ્યોમાં 36 દિવસો સુધી ચાલનારી ચૂંટણીની શરૂઆત આજે પંજાબ અને ગોવાથી થઈ રહી છે. શનિવાર સવારે 7 વાગ્યે ગોવામાં 40 સીટો માટે વોટિંગ શરૂ થઈ ગયું. પંજાબની 117 સીટો માટે 8 વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે. સાંજે 5 વાગે ગોવામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ ગોવામાં 83%  આસપાસ મતદાન થયું હોવાના અહેવાલ છે. પંજાબમાં એસએડી-ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રિકોણીય મુકાબલામાં મતદારોનો ઉત્સાહ ઓછો દેખાયો. ગત વખતે 79 ટકા વોટ કરતાં આ વખતે 70 ટકા જ મતદાન નોંધવામાં આવ્યુ. રક્ષા મંત્રી પારિકરે લાઈનમાં ઊભા રહી વોટિંગ કર્યું હતું. જ્યારે જલંધરમાં માતા અવતાર કૌર સાથે વોટ આપવા આવેલા  ક્રિકેટર હરભજન સિંહ સાથે પોલીંગ બુથ ઓફિસરે સેલ્ફી લેતાં વિવાદ સર્જાઈ શકે છે.ગરુરના સુલતાનપુર ગામમાં આપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારપીટમાં બે ઘાયલ થયા. તરનતારનમાં કોંગ્રેસ કાર્યકર્તા જગજિત સિંહ પર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું.
 
મજીઠા અને સંગરુરમાં ઇવીએમમાં  ગોટાળાની ફરિયાદ પર મતદાન થોડા સમય માટે રોકવું પડ્યું હતું. ગોવાના સંખાલિમ, બિચોલિમ અને કરકોરમ વિસ્તારમાં સવારે જ મતદાન કેન્દ્રો પર ભીડ થઇ ગઇ હતી. ચૂંંટણી આયોગના આંકડા પ્રમાણે 2012 વિધાનસભા ચૂંટણીમાં  81.73 ટકા વોટ પડ્યા હતા જ્યારે આ વખતે આ આંકડો 83 ટકા વટાવી ગયો. વાસ્કો સહિત ત્રણ મતદાન કેન્દ્રો પર ઇવીએમમાં ગોટાળાની ફરિયાદો પણ મળી હતી. ગોવા ચૂંટણીમાં આ વખતે કુલ 251 લોકો મેદાનમાં છે જેમાંથી 232 પુરુષ છે.
 
વોટ આપ્યા બાદ શું કહ્યું હરભજને
 
- માતા અવતાર કૌર સાથે વોટ આપવા આવેલા હરભજન સિંહે કહ્યું હતું કે, પહેલા બે પાર્ટી હતી હવે 3 છે. ઘણા વોટ ડાયવર્ટ થશે, પરંતુ જે જીતે તે પંજાબને પોતાની પાર્ટીથી પણ આગળ રાખે.
- વોટ આપવા આવેલા હરભજન સાથે પોલીંગ બુથના ઓફિસર તથા લોકોએ સેલ્ફી લીધી હતી.
 
રાહુલને શાનદાર ગિફ્ટ આપીશઃ સિદ્ધુ
 
- ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના પૂર્વ નેતા અને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસને પુનઃ જીવીત કરીને રાહુલને શાનદાર ગિફ્ટ આપીશ.
- સિદ્ધુ અમૃતસરમાં પત્ની નવજોત સાથે વોટ આપવા આવ્યા હતા.
 
પંજાબમાં ત્રિકોણીય મુકાબલો
 
10 વર્ષથી સરકાર ચલાવી રહેલી અકાલી-બીજેપી અને વિપક્ષમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૂંટણી લડવાથી પંજાબમાં પહેલીવાર ત્રિકોણીય મુકાબલો થઈ રહ્યો છે. 5 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદનો મુકાબલો લંબી બેઠક પર છેલ્લીવાર ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલા કોંગ્રેસના મુખ્યમંત્રી ઉમેદવાર અમરિંદર સિંહ સાથે છે. અમરિંદર પટિયાલાથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
 
મને ગોવાનું ખાવાનું સારું લાગે છે
 
- પરિકરે કહ્યું, રિપોર્ટસ કહે છે કે ગોવામાં આ વખતે જબરદસ્ત વોટિંગ થશે. તે ગઈ વખતના 84%ના રેકોર્ડને ક્રોસ કરી લેશે. બીજેપી બે તૃતીયાંશ બહુમતીથી જીત મેળવશે.
- ગોવાના સીએમ બનવાના સવાલ પર પરિકરે કહ્યું -મને દિલ્હીથી વધુ ગોવાનું ખાવાનું સારું લાગે છે. હવે આનો તમે કોઈ પણ અર્થ કાઢી શકો છો.
 
પંજાબની લંબી સૌથી હોટ સીટ
 
- પંજાબમાં લંબી વિધાનસભા સીટ માટે મોટા ચહેરા મેદાનમાં છે.
- SADથી હાલના સીએમ પ્રકાશ સિંહ બાદલ મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી સીએમ ઉમેદવાર અમરિંદર સિંહ મેદાનમાં છે અને AAP તરફથી જરનૈલ સિંહ લડી રહ્યા છે.
- જરનૈલ સિંહ દિલ્હીની રાજૌરી ગાર્ડના ધારાસભ્ય હતા પરંતુ રાજીનામું આપીને લંબીથી AAPના ઉમેદવાર બન્યા છે.
 
584 કરોડપતિ અને 138 દાગી ઉમેદવારો
 
- પંજાબમાં 117 સીટો પર 1145 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી 81 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર મેદાનમાં છે. આમાં 428 ઉમેદવાર કરોડપતિ છે.
- આ ઉમેદવારોમાંથી 100 પર ક્રિમિનલ કેસ છે. જેમાં 77 પર ગંભીર અપરાધના કેસ દાખલ છે.
- ગોવામાં 40 સીટો માટે 250 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 131 સાઉથ ગોવા અને 119 નોર્થ ગોવાથી લડશે. જેમાં 157 કરોડપતિ ઉમેદવારો છે.
- ગોવાના ઉમેદવારોમાં 38 પર ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાંથી 19 પર ગંભીર અપરાધના કેસ દાખલ છે.
 
ગોવામાં 5 પૂર્વ સીએમ અને હાલના સીએમ ચૂંટણી મેદાનમાં
 
- ગોવામાં 5 પૂર્વ સીએમ અને હાલના સીએમ લક્ષ્મીકાંત પારસેકર મેદાનમાં છે. કોંગ્રેસના રવિ નાયકઘ દિગંબર કામત, પ્રતાપ સિંહ રાણે અને લુઈજિન્હો ફલૈરો ગોવાની સીએમ રહી ચૂક્યા છે. આ ઉપરાંત NCPના ઉમેદવાર ચર્ચિલ અલેમાઓ પણ પૂર્વ સીએમ છે.
 
આ ચહેરાઓ પર પણ રહેશે નજર
 
1. નવજોત સિંહ સિદ્ધુ - બીજેપી છોડીને કોંગ્રેસમા; સામેલ થયા. અમૃતસર ઈસ્ટ સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે.
2. ભગવંત માન - પંજાબની જલાલાબાદ સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને સીએમ ચહેરો પણ માનવામાં આવે છે.
3. સુખબીર સિંહ બાદલ - હાલના ઉપમુખ્યમંત્રી અને પ્રકાશ સિંહ બાદલના દીકરા છે. જલાલાબાદ સીટથી SADના ઉમેદવાર છે.
4. લક્ષ્મીકાંત પારસેકર - ગોવાના હાલના સીએમ છે અને મેંડ્રમ વિધાનસભાથી બીજેપીના ઉમેદવાર છે.
5. સુભાષ વેલિંગકર - RSSના પૂર્વ નેતા હતા. અલગ થઈને ગોવા સુરક્ષા મંચ બનાવ્યો. શિવસેના અને મહરાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીની સાથે ગઠબંધન કર્યું.
 
પંજાબ અને ગોવાની ચૂંટણી પર એક નજર
 
ગોવાઃ
સીટ-40, ઉમેદવારો-250, વોટર્સ-11 લાખ
 
પંજાબઃ
સીટ-117, ઉમેદવારો-1145, વોટર્સ-1.98 કરોડ
 
પંજાબ અને ગોવામાં થઈ રહેલા વોટિંગની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Assembly elections 2017 kick off with Punjab, Goa voting today
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext