Home »National News »Latest News »National» EC Set To Give Live Demo During EVM Challenge On Saturday

EVMનો કાલે લાઇવ ડેમો આપશે EC, વિપક્ષે ઉઠાવ્યો હતો સવાલ

divyabhaskar.com | May 19, 2017, 15:57 PM IST

  • ઈવીએમમાં ગડબડનો દાવો કરતા 16 પાર્ટીઓએ ઇલેક્શન કમીશનને ફરિયાદ કરી હતી. (ફાઇલ)
નવી દિલ્હી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગડબડના આરોપ બાદ ઇલેક્શન કમીશન શનિવારે EVM અને VVPATનો લાઇવ ડેમો આપશે. સાથોસાથ ઇવીએમમાં ટેમ્પરિંગને ઓપન ચેલેન્જને લઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ, સપા, બસપા અને આપ સહિત 16 રાજકીય પાર્ટીઓએ મશીનો પર સવાલ ઉઠાવ્યા હતા. આરોપ હતો કે વોટિંગ મશીનો હેક કરીને બીજેપીએ ચૂંટણી જીતી છે.  
 
કેજરીવાલ સરકારે વિધાનસભામાં ઈવીએમ જેવું મશીન હેક કરી બતાવ્યું
 
- 9 મેના રોજ દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારે ઈવીએમ જવા એક મશીનને હેક કરીને ડેમો આપ્યો હતો. ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ મશીનને લઈને આવ્યા હતા. તેઓએ કોડ દ્વારા બીજેપીના વોટ ટ્રાન્સફર કરીને દેખાડ્યા. દાવો કરવામાં આવ્યો કે ઈવીએમ પણ આવી રીતે હેક થાય છે. ભારદ્વાજનો દાવો હતો કે 90 સેકન્ડમાં મધર બોર્ડ બદલીને ઈવીએમ સાથે ચેડા કરવા શક્ય છે.
- આપે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પાસ કરાવવા માટે વિધાનસભાનું સ્પેશિયલ સેશન બોલાવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ ઈવીએમનો ડેમો દર્શાવવા માટે કર્યો.   
- ઇલેક્શન કમીશને ઈવીએમ હેક કરવાના આપના દાવાને પાયાથી નકારી કાઢ્યું હતું. કહ્યું કે ઈવીએમનું મધર બોર્ડ સામાન્ય માણસ ન ખોલી શકે. જે મશીનનો ડેમો દર્શાવ્યો તે પ્રોગ્રામ્ડ નહોતું. આવા નકલી ગેજેટ પર કરવામાં આવેલા કથિત ડેમોના બહાને લોકોને ઈવીએમ વિરુદ્ધ ઉશ્કેરી ન શકાય.
- ઇલેક્શન કમીશને થોડા દિવસો અગાઉ ઈવીએમ વિવાદને લઈને ઓલ પાર્ટી મીટિંગ બોલાવી ચૂક્યું છે. મેના અંતમાં મશીનો સાથે છેડછાડને ઓપન ચેલેન્જ (હેકેથોન) પણ કરાવવાની શક્યતા છે.
 
ઈવીએમ પર વિવાદ ક્યારે શરૂ થયો?
 
- 2017માં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર માયાવતી, હરીશ રાવત, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ સવાલ ઉઠાવ્યા. આ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બીજેપીને ભારે બહુમત મળ્યું.
- ઈવીએમ વિવાદ બાદ ઇલેક્શન કમીશને કહ્યું હતું- મશીનોને બે વાર ચેક કરવામાં આવ્યા હતા. તેને ઉમેદવારોની સામે તપાસીને સીલ કરવામાં આવ્યા હતા. કાઉન્ટિંગના પહેલા પણ ઈવીએમને ઉમેદવારોની સામે ખોલવામાં આવે છે.
- મહત્વપૂર્ણ છે કે, 1980માં ઇલેક્શન કમીશને રાજકીય પાર્ટીઓને ઈવીએમ દેખાડ્યા હતા. પરંતુ 24 વર્ષ બાદ 2004ની લોકસભા ચૂંટણીમાં તેનો સમગ્ર દેશમાં ઉપયોગ શરૂ થઈ શક્યો. આજ સુધી કોઈ પણ ઇલેક્શન કમીશનને ઈવીએમમાં હેકિંગની પૂરતી સાબિતી નથી આપી શક્યું.   
 
મશીનોના ચેકિંગમાં બહાર આવી હતી ગડબડ
 
- ત્યારબાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પેટા ચૂંટણી પહેલા VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ)ની ચેકિંગ દરમિયાન ઈવીએમના બે અલગ-અલગ બટન દબાવતા કથિત રીતે કમળનું ફુલ પ્રિન્ટ થયું. કેજરીવાલે આ મુદ્દાને જોરપૂર્વક ઉઠાવ્યો અને એમસીડી ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી હતી.
- ગયા મહિને દિલ્હી નગર નિગમોની ચૂંટણીમાં બીજેપીની જીત બાદ આપ અને કોંગ્રેસે મશીનો પર ફરીથી સવાલ ઉઠાવ્યા. AAPના નેતાઓએ કહ્યું હતું કે મોદી નહીં, ઈવીએમ લહેર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EC Set to Give Live Demo During EVM Challenge on Saturday
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended