Home »National News »Latest News »National» Edappadi Palaniswamy To Become CM Of Tamilnadu

પલાનીસ્વામી ચૂંટણી હારતા રહ્યા, ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા, હવે બન્યા CM

divyabhaskar.com | Feb 16, 2017, 17:02 PM IST

  • ગવર્નર સી. વિદ્યાસાગર રાવની સાથે પલાનીસ્વામી (ડાબી બાજુ)
ચેન્નઈ: ઇડાપ્પાડી કે. પલાનીસ્વામી તમિલનાડુના સીએમ બની ચૂક્યાં છે, તેમણે શપથ લઇ લીઘાં છે. શશિકલાના જેલ ગયા પછી તેમને સીએમ બનવાની તક મળી. પલાનીસ્વામી રાજ્યની ગોંદર કોમ્યુનિટીમાંથી આવે છે. આ કોમ્યુનિટી લાંબા સમયથી જયલલિતા અને AIADMK સાથે રહી છે. જોકે, સત્તામાં તેમને બહુ ઓછા ભાગીદાર બનાવવામાં આવ્યા. પલાનીસ્વામી ચૂંટણી પણ હાર્યા અને તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા.
 
શશિકલાના અંગત હોવાનો ફાયદો
 
- પલાનીસ્વામી શશિકલાના બહુ અંગત માનવામાં આવે છે. 15 વર્ષથી શશિના પરિવાર સાથે તેઓ જોડાયેલા છે. જ્યારે એવું નક્કી થઇ ગયું કે શશિકલાએ જેલ જવું પડશે ત્યારથી જ એ બાબતે અટકળો થવા લાગી હતી કે પલાનીસ્વામી જ સીએમ બનશે.
- તેમની સામે પોતાના ધારાસભ્યોને એકત્રિત રાખવા અને સરકારને યોગ્ય રીતે ચલાવવાના પડકારો રહેશે. શશિકલાનું જૂથ ઓપીએસ જૂથને અલગ રાખવા માંગે છે, એટલે આ પડકાર વધુ મોટો થઇ જાય છે.
- જોકે તેમને બેઝ બનાવીને રાખનારો નેતા નથી માનવામાં આવતા. તેમના હોમ ડિસ્ટ્રિક્ટ સલેમમાં જ AIADMK વિખરાયેલી પડી છે.
 
એક જીત અને પછી હાર
 
- પલાનીસ્વામી 1983 માં પાર્ટીમાં જોડાયા. 1989 માં જ્યારે પાર્ટી તૂટી ત્યારે તેઓ જયલલિતા સાથે જતા રહ્યા. આ જ વર્ષે તેઓ પગહેલીવાર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા.
- પલાની 1996માં વિધાનસભા, 2004માં લોકસભા અને પછી 2006 માં વિધાનસભા ચૂંટણીઓ હાર્યા.
- તેમને લો પ્રોફાઇલ માનવામાં આવે છે, પરંતુ શશિકલાના અંગત હોવાનો તેમને ફાયદો મળ્યો. પાર્ટીની નાણાકીય બાબતોની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમના પર કેટલીયવાર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. પરંતુ, માનવામાં આવે છે કે શશિકલાએ અનેક વખત તેમને મુશ્કેલીમાંથી ઉગારી લીધા છે.
- 2011 થી 2016 ની વચ્ચે જયલલિતાએ ઘણા મંત્રીઓને હટાવ્યા અથવા તેમના પોર્ટફોલિયો બદલ્યા, પરંતુ, પલાનાસ્વામી ત્યાં જ રહ્યા.
- AIADMK માં તેમના વધુ વર્ચસ્વનું એક કારણ એ પણ છે કે સલેમમાં તેમની બરાબરીનો બીજો કોઇ નેતા ન હતો. 2011 ની વિધાનસભા ચૂંટણી તે 40,000 મતોથી જીત્યા હતા.
 
 
- પલાનીસ્વામીનો જન્મ 2 માર્ચ, 1954 માં થયો. તેઓ કોંગુ વિસ્તારમાં સલેમ જિલ્લાના ઇદાપડી વિસ્તારમાંથી છે આવે છે.
- ઇદાપડી સીટથી તેઓ 1989, 1991, 2011 અને 2016 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
- જયલલિતા સરકારમાં મંત્રી હતા. તેમને હાઇવે અને માઇનર પોર્ટ્સ માટેના મંત્રી તરીકેની જવાબદારી મળી હતી.
- જ્યારે જયલલિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા, ત્યારે પન્નીરસેલ્વમ ઉપરાંત, પલાનીસ્વામીનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ, પછીથી પન્નીરસેલ્વમને સીએમ બનાવવામાં આવ્યા.
- પલાનીસ્વામી ગોંડર કોમ્યુનિટીના છે. આ પછાત જાતિને થેવર કોમ્યુનિટી સાથે AIADMK ની સૌથી મોટી વોટબેન્ક માનવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે શશિકલા થેવર કોમ્યુનિટીની છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Edappadi Palaniswamy to become CM of Tamilnadu
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext