Home »National News »Latest News »National» Former Jharkhand Minister For Money Laundering

મની લોન્ડ્રિંગના કેસમાં ઝારખંડના પૂર્વ પ્રધાનને સજા, દેશની પ્રથમ ઘટના

divyabhaskar.com | Jan 31, 2017, 12:13 PM IST

  • ઝારખંડના પૂર્વ પ્રધાન હરિનારાયણ રાય
રાંચી:વિશેષ કોર્ટે ઝારખંડના પૂર્વ પ્રધાન હરિનારાયણ રાયને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. તેમની ઉપર પ્રધાન તરીકેના કાર્યકાળ દરિયાન રૂ. 3.72 કરોડનું મની લોન્ડ્રિંગ કરવાનો આરોપ છે. મની લોન્ડ્રિંગના કેસમાં સજા પડી હોય, તેવો દેશનો પ્રથમ દાખલો છે. 

કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રેટના વકીલ તરીકે હાજર રહેલા એસ.આર. દાસના કહેવા પ્રમાણે, "ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ, 2009ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો. દેશમાં આ પ્રકારના કેસમાં સજાનો આ પ્રથમ દાખલો છે." રાયને રૂ. 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ તેમની તમામ ચલ-અચલ સંપત્તિને જપ્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  

સીબીઆઈએ તેમની સામે આવક કરતાં વધારે સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેમને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. તેમની પાસેથી  રાય સામે એક કેસમાં ચુકાદો આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ કેસ ચાલુ છે. હરિનારાયણ ઝારખંડના વિવાદાસ્પદ મુખ્યપ્રધાન મધુ કોડાના કાર્યકાળમાં પ્રધાન હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Former Jharkhand minister for money laundering
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext