Home »National News »Latest News »National» Earthquake Tremors Felt In New Delhi, North India

ઉત્તર ભારતમાં ભૂકંપ અંગે રાજનાથે માંગ્યો રિપોર્ટ; NDRFની 4 ટીમ ઉત્તરાખંડ મોકલાઈ

divyabhaskar.com | Feb 07, 2017, 10:06 AM IST

  • ભૂકંપના કારણે અડધી રાત્રે ઘરની બહાર નીકળી આવેલા નાગરિકો
નવી દિલ્હી:દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:45 વાગે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં તેનું કેન્દ્રબિંદુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 5.8 રિક્ટર સ્કેલની તેની તીવ્રતા હતી.  NDRFની ચાર ટીમોને ઉત્તરાખંડ મોકલવામાં આવી છે. 

30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, યૂપી અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હદે હતી કે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા. ઉંચી બિલ્ડીંગોમાં રહેનાર લોકોએ પણ ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. 

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 33 કિલોમીટર નીચે હતું. દેહરાદૂન તરફ ભૂકંપની તીવ્રતા વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા મોડે સુધી અનુભવાયા હતા, દેહરાદૂનમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. દેહરાદૂનથી મળતા સમાચારો અનુસાર લોકો કુમાઉ, ગઢવાલની રેંજમાં આંચકા અનુભવાયા છે, પશ્વિમી યૂપીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

હજુ સુધી જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. ભૂગર્ભ વિજ્ઞાનીના અનુસાર 'હજુ સુધી ભૂકંપ પછીના આંચકાઓનો ભય છે પરંતુ તેની તિવ્રતા ઓછો હોઇ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 
 
રાજનાથસિંહે માંગ્યો રિપોર્ટ 
 
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ભૂકંપ અંગે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉપરાંત NDRFની ચાર ટૂકડીઓને  ઉત્તરાખંડ મોકલવામાં આવી છે. જ્યારે અન્ય ચાર ટૂકડીઓને સતર્ક રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 
વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરી
 
- વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી છે. ઉત્તરાખંડ જ ભૂકંપનું કેન્દ્ર છે. આ સાથે તેમણે બધા લોકો માટે સકુશળ રહેવાની ભાવના વ્યક્ત કરી છે. 
- મોદીએ એમ પણ લખ્યું કે પીએમઓ સતત ઉત્તરાખંડના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી રહ્યું છે. 
- બાબા રામદેવે પણ ટ્વિટ કરીને કીધું કે હરિદ્વારના પતંજલિમાં ભૂકંપના આંચકાઓ અનુભવાાયા છે.
 
ખતરાજનક ઝોનમાં છે દિલ્હી, 6 થી વધુની તીવ્રતાવાળો ભૂકંપ કરી શકે વિનાશ
 
- ભૂ-વૈજ્ઞાનિકોએ ભૂકંપના ખતરાને જોતા દેશના વિવિધ ભાગોને સિસ્મિક ઝોનમાં (ભૂકંપના વિસ્તારો) વિભાજિત કર્યા છે. 
- સૌથી ઓછો ખતરો ઝોન 2 માં છે અને સૌથી વધુ ખતરો ઝોન 5 માં છે.
- દિલ્હી ઝોન 4 માં છે અને 6 થી વધુન તીવ્રતાવાળો ભૂકંપ ભારે વિનાશ નોતરી શકે છે.
- ઝોન 4માં મુંબઈ, દિલ્હી જેવા શહેરો છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પશ્ચિમી ગુજરાત, ઉત્તરપ્રદેશના પહાડી  વિસ્તારો તેમજ બિહાર-નેપાળ સરહદના વિસ્તારો આમાં સામેલ છે. અહીંયા સતત ધરતીકંપનો ભય રહેલો હોય છે. 
 
શા માટે આવે છે ભૂકંપ?
 
- ધરતીની અંદર સાત પ્લેટ્સ છે જે સતત ફરી રહી છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તે ઝોનને ફોલ્ટલાઇન કહેવામાં આવે છે.
- વારંવાર અથડાવાથી પ્લેટ્સના ખૂણાઓ વળી જાય છે. દબાણ જ્યારે વધી જાય ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે.
- નીચેની ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Earthquake tremors felt in New Delhi, North India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext