Home »National News »Latest News »National» Mp E Ahamed Suffers Heart Attack In Parliament Condition Critical

રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કેરળના સાંસદ ફસડાઈ ગયા, ICUમાં ખસેડાયા

divyabhaskar.com | Jan 31, 2017, 17:43 PM IST

  • ઈ અહેમદને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
નવી દિલ્હી. મંગળવારે સંસદના બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કેરળના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ઈ અહેમદ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અહેમદ સંસદના સેન્ટ્રલ હોલમાં પ્રણવ મુખર્જીનું ભાષણ સાંભળી રહ્યા હતા તે દરમિયાન ખુરશીમાંથી પડી ગયા. પાર્લામેન્ટમાં સિક્યુરિટી સ્ટાફે તરત તેમને ઉઠાવ્યા અને એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ આવતા સુધી સ્ટાફ તેમનું હાર્ટ પંપ કરતા રહ્યા. હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.
 
આરએમએલ હોસ્પિટલમાં લઈ જવાયા
 
- રાષ્ટ્રપતિના ભાષણ સમયે કેરળમાંથી મુસ્લિમ લિગના 78વર્ષીય સાંસદ ઈ અહેમદ સંસદમાં ફસડાઈ ગયા હતા.
- સંસદમાં હાજર સ્ટાફે તેમને સંભાળ્યા હતા. સંસદમાં જ મેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
- અહેમદને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા છે.
- આરએમએલ હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે, અમહદની હાલત ગંભીર છે અને તેઓને હાલમાં આઈસીયૂમાં સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. 
- ઈ અહેમદ યુપીએ-1 અને યુપીએ-2 સરકાર દરમિયાન સતત 10 વર્ષ સુધી વિદેશ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.
- વડાપ્રધાન મોદીએ પણ તેમની હેલ્થની જાણકારી મેળવી છે. રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની તબિયત જાણવા આરએમએલ હોસ્પિટલ પહોંચી ગયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mp e ahamed suffers heart attack in parliament condition critical
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended