Home »National News »Photo Feature» Due To Fog More Then 30 Vehicles Collide On Jaipur Agra Highway

જયપુર-આગરા હાઈવે પર ધુમ્મસના કારણે 35 ગાડીઓની ટક્કર, એકનું મોત

Kamal Kishor Jain | Jan 29, 2017, 16:28 PM IST

  • રવિવારે સવારે જયપુર-આગરા હાઈવે પર વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ.
જયપુર. ગાઢ ધુમ્મસના કારણે જયપુર-આગરા હાઈવે પર રવિવારે સવારે આશરે 35 વાહનો પરસ્પર ટકરાયા હતા. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત અને ત્રણની હાલત ગંભીર છે. 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના કાનોતા પોલીસ સ્ટેશનની ઢૂંઢ નદીના પુલ પર થઈ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો હોવાથી દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
ગામ લોકો મદદ માટે આવ્યા
 
- પોલીસ મુજબ સૌથી પહેલા એક ટ્રક સામેથી આવતી ગાડી સાથે ટકરાયો અને તેની પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાતી ગઈ.
- દુર્ઘટના બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો.
- આસપાસના ગામ લોકો મદદ માટે આવ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
 
(તમામ ફોટોઃ કમલ કિશોર જૈન)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Due to fog more then 30 vehicles collide on jaipur agra highway
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext