Home »National News »Photo Feature» Video Of Live Suicide By Married Woman Goes Viral On Social Media

કેમેરાની સામે જ ફાંસે લટકી યુવતી, જાણો Live સુસાઈડ વીડિયોની સંપૂર્ણ કહાણી

divyabhaskar.com | Jan 31, 2017, 00:05 AM IST

  • Live સુસાઈડનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃસોશિયલ મીડિયામાં સુસાઈડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરણિતા કેમેરાની સામે પોતાના સાસરીવાળા દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરતી જોવા મળે છે. જોકે વાસ્તવમાં આ વીડિયોએ એક એજ્યુકેશનલ વીડિયો છે જેનો હેતુ દહેજ મામલે લોકોમાં જાગૃકતા ફેલાવવાનો છે. આ વીડિયોને 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
 
માતા-પિતાનું પણ ન મળ્યું સમર્થન....

- આ વીડિયો ઓનલાઈન પંજાબ ટીવીના નામે અપલોડ કરવામાં આવ્યો છે. 
- વીડિયોમાં પરણિતા પોતાનું નામ એશ્વર્યા બતાવી રહી છે. તેણે વીડિયોમાં માતા-પિતા અંગે પણ ફરિયાદ કરી હતી.
- પરણિતાએ કહ્યું કે, માતા-પિતાએ કહેલા યુવક સાથે જ લગ્ન કર્યા. જોકે પતિ અને સાસરીવાળા ત્રાસ આપી રહ્યાં છે.
- હવે માતા-પિતા પણ આ મામલે સાથ ન આપતા હોવાની તેણે ફરિયાદ કરી હતી.
- આમ કહ્યાં બાદ એશ્વર્યા ટેબલ લઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે.
 
પ્રથમ દ્રષ્ટિએ વાસ્તવિક લાગે છે સુસાઈડ...

- વીડિયો એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, સુસાઈડ વાસ્તવિક લાગે છે.
- જોકે અંતે ફાંસે લટકતી પરણિતાના પગ જ દેખાય છે.
- વીડિયોના અંતે સંદેશ આપવામાં આવે છે કે, દરવર્ષે 6 લાખથી વધુ યુવતીઓ સુસાઈડ કરે છે.
- આ સાથે લખ્યું છે કે, આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં દહેજને માનપૂર્વક જોવામાં આવે છે.
- આ સંદેશ માટે જ ગ્રીનફિલ્મસે આ વીડિયો બનાવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Video Of Live Suicide by Married Woman Goes Viral On Social Media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended