Home »National News »Latest News »National» Doctors Have Entered In UP Election 2017

યૂપી પોલિટિક્સ વિથ ડિફ્રન્સ: ચૂંટણી જંગમાં ડોક્ટર પણ ઉમેદવાર, કરશે રાજનીતિનો ઈલાજ

Ravi Shrivastav/Mayank/Anshu Srivastav, Lucknow | Feb 08, 2017, 02:01 AM IST

  • યૂપી પોલિટિક્સ વિથ ડિફ્રન્સ: ચૂંટણી જંગમાં ડોક્ટર પણ ઉમેદવાર, કરશે રાજનીતિનો ઈલાજ,  national news in gujarati
લખનઉ : ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગમાં આ વખતે કેટલાક ડોક્ટર્સે પણ ઝંપલાવ્યું છે. તેઓ જણાવે છે કે, ઈરાદો રાજનીતિનો ઈલાજ કરવાનો છે. કેટલાકને પક્ષોએ ટિકિટ આપી છે, અન્ય અપક્ષ તરીકે ઉતર્યા છે. પ્રથમ તબક્કામાં 8 ડોક્ટર મેદાનમાં છે. રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના ચંદન ધનગર દર્દીઓની સેવા માટે રાજકારણમાં આવ્યા છે. અન્ય 7 અંગે રવિ શ્રિવાસ્તવ/મયંક, અંશુ શ્રીવાસ્તવનો રિપોર્ટ...
 
ડો. જીએસ સિંહ ધર્મેશ(ભાજપ)

- બેઠક : આગરા કેન્ટ(સુ.)
- પાછલી ચૂંટણીમાં બસપાને ટક્કર આપી હતી
- 2012ની ચૂંટણી જી.એસ. ધર્મેશ હારી ચૂક્યા છે. બસપાને કાંટાની ટક્કર આપીને તેઓ બીજા ક્રમે હતા. તેમના ઉપર નેતા બન્યા બાદ બે કેસ પણ નોંધાયેલા છે. 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધર્મેશ પાસે પેટ્રોલ પમ્પ પણ છે. ભાજપ 14 વર્ષથી આગરા કેન્ટની સીટ જીતી શક્યો નથી.
 
રાજેન્દ્ર સિંહ (સપા)

- બેઠક : ફતેહાબાદ
- ભાજપની ટિકિટ પર હારી ગયા તો હવે સપા સાથે લડવા આવ્યા
- તેઓ ભાજપ છોડીને સપામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ 2012માં ભાજપની ટિકિટ પર લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. આ વખતે ટિકિટ કપાઈ જવાનું દેખાતાં સપામાંથી ચૂંટણી લડી રહ્યા છે. પોણા ત્રણ કરોડની સંપત્તિ ધરાવતા ડો. રાજેન્દ્રનાં પત્ની વ્યવસાય કરે છે.
 
સલોની બઘેલ (અપક્ષ)

- બેઠક : ટૂંડલા(સુ.)
- એક જ બેઠક પર, પુત્રી અપક્ષ અને પિતા ભાજપની ટિકિટ પર
- સલોનીના પિતા ભાજપના પછાત વર્ગ આયોગના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જોકે, સલોની ડમી કેન્ડિડેટ તરીકે ઊભી છે. આ બેટક પર તેના પિતા સત્યપાલ બધેલ ભાજપના ઉમેદવાર છે. તેણે લખનઉ એરા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે. સલોનીએ પોતાની સંપત્તિ રૂ.6,000 બતાવી છે.
 
ડો. અશોક અગ્રવાલ (RLD)

- બેઠક : મથુરા
- ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે, 12 કરોડ સંપત્તિ
- ડો. અશોક અગ્રવાલ 2006થી રાજકારણમાં આવ્યા છે. બસપાથી સપા અને હવે આરએલડીમાંથી મથુરા બેઠક પર ઉમેદવાર છે. ડો. અશોક હજુ પણ પોતાની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરેછે. રાજકારણમાં વ્યસ્ત હોવાને કારણે પત્ની વ્યવસાય સંભાળે છે. તેમની 12 કરોડની સંપત્તિ છે.
 
ડો. અનિલ ચૌધરી (આરએલડી), બેટક: સાદાબાદ

- 75 લાખ સંપત્તિ, આજે પણ પોતાનું ક્લિનિક ચલાવે છે
- ડો. અનિલ ચૌધરી બે દાયકાથી રાજકારણમાં છે. તેમ છતાં પોતાના ક્લિનિક પર દરરોજ આવે છે. આ ક્લિનિક આગારના ખંદોલી કસબામાં છે. એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 75 લાખની સંપત્તિ છે.
 
જહાંગીર ખાન અલ્વી (પીસ પાર્ટી), બેઠક : ફિરોજાબાદ

- દસ લાખ વાર્ષિક આવક, આજે પણ પ્રેક્ટિસ ચાલુ છે
- જહાંગીરઅલવી પીસ પાર્ટીના ફિરોજાબાદ જિલ્લાના અધ્યક્ષ છે. અલવી પાસે 99 લાખની સંપત્તિ છે. 2016-17માં તેમની વાર્ષિક આવક રૂ.10 લાખ રહી છે. તેઓ પણ પ્રેક્ટિસ કરે છે.
 
ડો. પ્રદીપ શ્રીવાસ્તવ (અપક્ષ), બેઠક : આગરા સાઉથ

- સરકારી નોકરીમાંથી નિવૃત્ત, હવે મફતમાં બાળકોને ભણાવે છે
- તેમણે જણાવ્યું કે, હું જાણું છું કે જીતવાનો નથી. શિક્ષણ-આરોગ્યનો મુદ્દો ઉઠાવવા માગું છું. 2014માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ હવે મફતમાં બાળકોને ભણાવે છે અને સંગીત શીખવાડે છે. મફતમાં દર્દીઓને પણ તપાસે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Doctors have Entered in UP Election 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended