Home »National News »Photo Feature» Over Speed Truck Crushed Doctor Who Was On The Way Of His Nursing Home

ડોક્ટરના માથાને કચડી નીકળી ગયો ટ્રક, પત્ની બોલતી રહી- ‘પ્લીઝ ઊઠો’

divyabhaskar.com | Jan 25, 2017, 00:05 AM IST

ઘાટશિલા (ઝારખંડ) :અહીં બહરાગોરા પોલીસ સ્ટેશનમાં ટ્રકે બાઈકથી જતા એક ડૉક્ટરને અડફેટે લીધા હતા. સ્પીડમાં આવતા ટ્રકે ડૉક્ટર બાઈક ચાલકને કચડ્યા બાદ આગળ નીકળી ગયો હતો. અકસ્માતની સૂચના બાદ ઘટના સ્થળે પહોંચેલી ડૉક્ટરની પત્ની રોડ પર બેસી ગઈ અને કહેતી રહી- પ્લીઝ એકવાર ઊભા થઈ જાઓ.
પોતાના નર્સિંગ હોમ જઈ રહ્યાં હતા ડૉક્ટર

- મૃતકની ઓળખ ડૉક્ટર માનસ કુમાર પાની તરીકે થઈ છે. ડૉક્ટર માનસ બપોર પછી પોતાના નર્સિંગ હોમ પર જઈ રહ્યાં હતા.
- તેઓ બાઈક પર જતા હતા અને અચાનક ટ્રકે પાછળથી તેમને અડફેટે લીધા બાદ કચડી નાંખ્યા હતા. અકસ્માતને જોનારા લોકો અનુસાર ટ્રકની સ્પીડ ઘણી જ વધારે હતી.
- ટ્રકની ટક્કર બાદ ડૉક્ટર ઊછળીને રોડ પર પડ્યા અને ટ્રકના પૈડા નીચે તેમનું માથું આવી ગયું હતું. જેને કારણે ડૉક્ટરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
- લોકોએ ડૉક્ટર માનસની પત્ની ડૉક્ટર પ્રતિમાને ફોન કરી અકસ્માત વિશે જાણ કરી હતી.
- પ્રતિમા અને અન્ય પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. માનસનો મૃતદેહ જોઈ સૌને આઘાત લાગ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Over Speed Truck Crushed Doctor Who Was On The Way Of His Nursing Home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended