Home »National News »Photo Feature» Chhatrapati Sambhaji Raje Bhosale May Became Face For BJP In BMC Elections

આ છે શિવાજી મહારાજના વંશજ, કરે છે બુલેટ અને હેલિકોપ્ટરની સવારી

diyabhaskar.com | Feb 11, 2017, 00:12 AM IST

  • સંભાજી રાજે છત્રપતિ શિવાજી મહારાજના 13મી પેઢીમાંથી આવે છે.
મુંબઈઃસંભાજી રાજે છત્રપતિ શિવાજી અને રાજર્ષિ શાહૂ મહારાજના 13મા વંશજ અને ભાજપથી રાજ્યસભાના સાસંદ છે. મુંબઈ ઉપરાંત થાણે, પુણે, ઉલ્હાસનગર, પિપરી ચિચવડ, નાશિક, અકોલા, અમરાવતી અને સોલાપુર મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરી ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીના પરિણામો 23 ફેબ્રુઆરીએ જાહેર થશે. હાલ  ભાજપથી અલગ થયેલા શિવસેનાએ બીએમસી ચૂંટણી માટે હાર્દિક પટેલનો ચહેરા તરીકે ઉપયોગ કર્યો છે. તેવામાં ભાજપ સંભાજી રાજેને મરાઠી ચહેરા તરીકે આગળ કરી શકે છે. અગાઉ રાજ્ય સરકારે તેમને ઐતિહાસિક કિલ્લાઓના પ્રચાર માટે ચહેરો બનાવ્યાં છે. 
 
એમબીએ કરેલું છે સંભાજીએ, ફરે છે બુલેટથી લઈ હેલિકોપ્ટરમાં
 
- સંભાજી રાજે છત્રપતિ શિવાજી મહારાજના 13મી પેઢીમાંથી આવે છે. તેમણે કોલ્હાપુરથી એમબીએ કર્યું છે.
- રાજકરણમાં આવતા પહેલા તેઓ ઘણા સમયથી સામાજીક કાર્ય કરતા આવ્યા છે.
- મહારાષ્ટ્રમાં તેઓ ઘણા લોકપ્રિય છે, સંભાજીના ચાહકો તેમને મહારાજા તરીકે જ સંબોધે છે.
- સંભાજી પાસે ઘણી રોયલ અને લક્ઝરી કાર છે. જોકે તેઓ પોતાના ચાહકોને હેલિકોપ્ટરમાં તો ઘણીવાર બુલેટ બાઈક પર મળવા પહોંચી જાય છે.
- તેમની ફેન ફોલોઈંગનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેઓને મળવા માટે લોકો ગરમીમાં પણ કલાકો સુધી ઉભા રહેતા હોય છે.
- સંભાજી સાથે કારનો મોટો કાફલો પણ ચાલે છે. ઘણીવાર સંભાજી પર પ્રશંસકો ફૂલોનો વરસાદ પણ કરે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંભાજીની વધુ તસવીરો............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chhatrapati Sambhaji Raje Bhosale May Became Face For BJP in BMC Elections
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended