Home »National News »Latest News »National» Deputy Commissioner Wife Dead After Falling From 14th Floor

UP: 14મા માળેથી પડતા ડે. કમિશ્નરની પત્નીનું મોત, પતિ પર ટોર્ચરનો આરોપ

divyabhaskar.com | Feb 17, 2017, 13:45 PM IST

  • નમ્રતા અને દીપરતનના લગ્ન 2015 માં થયા હતા. (ફાઇલ)
લખનઉ:અહીંયા હજરતગંજ પાસે એક એપાર્ટમેન્ટના 14મા માળેથી પડીને ડેપ્યુટી કમિશ્નરની પત્ની નમ્રતાનું મોત થઇ ગયું. દીપરતન કમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટેડ છે. ઘટના પછી દીપરતન ગાયબ છે. જોકે, હજુ સુધી ઘટનાનું કારણ જાણી શકાયું નથી. નમ્રતાના પરિવારજનોએ તેના પતિ પર ટોર્ચરનો આરોપ લગાવ્યો છે.
 
પતિ સાથે થયો હતો ઝઘડો
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, 10 જૂન, 2015 ના રોજ ગોરખપુરમાં રહેતી 28 વર્ષની નમ્રતા પાસવાનના લગ્ન લખનઉના દીપરતન ચૌધરી સાથે થયા હતા.
- ગુરુવારે નમ્રતા તેના પિતા આર.એન. પાસવાનના ઘરે સરોજિનીનગર ગઇ હતી. ત્યાં તેની બહેનની એન્ગેજમેન્ટ સેરેમની હતી.
- સેરેમનીમાંથી સાંજે 4.30 વાગે જ્યારે નમ્રતા પાછી ફરી તો તેના ફ્લેટ પર તાળું લાગેલું હતું. નમ્રતાએ તરત તેના પતિને ફોન લગાવ્યો.
- પોલીસના પ્રમાણે, દીપરતન નમ્રતાના ફોન કર્યાના 2 કલાક પછી ઘરે આવ્યા. આ બાબતે બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો.
 
હત્યાની શંકા
 
-  રાતે 8.30 વાગે એપાર્ટમેન્ટના ગાર્ડ કૃષ્ણા યાદવે કંઇક પડવાનો અવાજ સાંભળ્યો.
- જ્યારે તે સ્પોટ પર પહોંચ્યો તો ત્યાં નમ્રતા લોહીમાં લથબથ જોવા મળી.
- એએસપી શિવરામ યાદવે જણાવ્યું, “નમ્રતાની લાશ જોઇને લાગે છે કે તેમને કોઇએ 14 મા માળેથી ધક્કો માર્યો છે. ઘટના પછીથી તેના પતિ પણ ગાયબ છે અને તેમનો ફોન સ્વિચ ઓફ્ફ આવે છે.”
- ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળ પર ફક્ત નમ્રતાના માતા-પિતા જ પહોંચ્યા. સાસરીપક્ષમાંથી કોઇપણ ત્યાં ન પહોંચ્યું.
- દીપરતન પત્ની નમ્રતા અને તેની મા સાથે એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 104 માં રહેતો હતો.
- ઘટના પછી દીપરતનની મા પણ ગાયબ છે.
 
પરિવારજનોએ કહ્યું- દહેજ માંગતો હતો દીપરતન, કરતો હતો મારપીટ
 
- નમ્રતાના પરિવારજનોનું કહેવું છે કે દીપરતન દરરોજ નમ્રતાને દહેજ માટે ટોર્ચર કરતો હતો.
- ઘણીવાર તેમની દીકરીએ મારપીટના નિશાનવાળા ફોટો પોતાના માતા-પિતાને વોટ્સએપ પર મોકલ્યા હતા.
- પોલીસને 14 મા માળે બંને વચ્ચે લડાઇના નિશાનો પણ મળ્યા છે.
- ઘટનાસ્થળે નમ્રતાના પર્સનો સામાન વેરવિખેર પડ્યો હતો અને કપડા સુકવવા માટે બાંધેલી દોરી પણ તૂટી પડેલી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deputy commissioner wife dead after falling from 14th floor
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended