Home »National News »Latest News »National» Delhi Mortar Shell Found In Vasant Kunj Nsg Called For Defuse

દિલ્હીઃ વસંત કુંજમાંથી મોર્ટાર શેલ મળ્યો, ડિફ્યુસ કરવા NSG બોલાવાઈ

Agency | Jan 28, 2017, 12:47 PM IST

  • મોર્ટાર શેલ મળ્યાની માહિતી બાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ
નવી દિલ્હી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કિશનગઢના એક પાર્કમાં મોર્ટાર સેલ મળી આવ્યો હતો. જે બાદ આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તેને ડિફ્યુસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ અહીંયા કઈ રીતે મોર્ટાર શેલ આવ્યો તે અંગેની કાર્યવાહી કરી રહી છે.
 
ક્યાંથી મળ્યો મોર્ટાર શેલ
 
- મળેલી બાતમીના આધારે પોલીસે વસંત કુંજ પોલીસે કિશન ગઢ ગામની કચરા પેટીમાંથી આજે સવારે મોર્ટાર શેલ શોધી કાઢ્યો હોવાનું સીનિયર પોલીસ ઓફિસે જણાવ્યું હતું.
- મોર્ટાર શેલ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
- જે બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડને ઈન્ફોર્મ કરી તેને ડિફ્યુસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
- વચગાળાનું પગલું લઈ પોલીસે મોર્ટાર શેલને બોંબ બ્લેન્કેટથી સુરક્ષિત કરી દીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi mortar shell found in vasant kunj nsg called for defuse
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended