Home »National News »Latest News »National» Delhi IGI Airport Became 12th Most Busy Airport Of World

પેરિસ-સિંગાપુરને પછાડીને દિલ્હી IGI બન્યું દુનિયાનું 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ

divyabhaskar.com | Feb 13, 2017, 12:33 PM IST

  • 2016 માં દિલ્હી એરપોર્ટથી 5.56 કરોડ મુસાફરોએ આવ-જા કરી. હાલમાં દિલ્હી એરપોર્ટથી રોજના 127 દેશો માટે 1185 પ્લેન્સને રેગ્યુલેટ કરવામાં આવી રહ્યા છે. (ફાઇલ)
નવી દિલ્હી: અહીંનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું 12 મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે દેશનું કોઇ એરપોર્ટ દુનિયાના ટોચના 15 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થયું છે. આ ઉપરાંત, 19.1% પેસેન્જર ગ્રોથ સાથે તે 15 એરપોર્ટ્સમાં અવ્વલ રહ્યું છે. દિલ્હી એરપોર્ટનો પેસેન્જર ગ્રોથ લંડનથી 8 ગણો, ટોક્યોથી 7 ગણો, સિંગાપુરથી 6 ગણો અને પેરિસથી 4 ગણો વધુ રહ્યો છે. આ જાણકારી ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) દ્વારા નવેમ્બર 2016 માટે જાહેર થયેલા રિપોર્ટમાં આપવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી એરપોર્ટથી 24.80 લાખ પેસેન્જર્સની આવણ-જાવણ થઇ છે.
 
IGIએ 5 કરોડ મુસાફરોને પહોંચાડીને બનાવેલો રેકોર્ડ
 
- આઇજીઆઇ એરપોર્ટની દેખરેખ કરનારા ડાયલના સીઇઓ આઇ. પ્રભાકર રાવના જણાવ્યા પ્રમાણે, દિલ્હી એરપોર્ટે નવેમ્બર સુધી 5 કરોડ યાત્રીઓને તેમના સ્થાન પર પહોંચાડીને દેશના સૌથી મોટા એરપોર્ટનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
- 2016 માં દિલ્હી એરપોર્ટથી 5.56 કરોડ મુસાફરોએ આવ-જા કરી હતી. હાલમાં, દિલ્હી એરપોર્ટથી રોજના 127 દેશો માટે 1185 પ્લેન્સને રેગ્યુલેટ કરવામાં આવી રહ્યાં છે.
 
15 એરપોર્ટ્સમાં સૌથી વધુ ગ્રોથ દિલ્હીમાં
 
- મુસાફરોના આંકડાની દ્રષ્ટિએ નવેમ્બર સુધીમાં દિલ્હી એરપોર્ટ પર સૌથી વધુ 19.1% નો વધારો નોંધવામાં આવ્યો છે. જે દુબઇ અને શાંઘાઇની તુલનામાં બેગણો છે.
- જ્યારે લંડન, પેરિસ, ટોક્યો, બીજિંગ અને સિંગાપુરની તુલનામાં તે 6 થી 8 ગણો વધારો છે. શિકાગો, હોંગકોંગ અને ડલાસમાં પેસેન્જર ગ્રોથમાં ઘટાડો થયો છે.
 
દિલ્હીમાં એક વર્ષમાં વધ્યા 21%મુસાફરો
 
- 2016 માં દિલ્હી એરપોર્ટથી સાડા પાંચ કરોડથી વધુ મુસાફરો આવ્યા. આ 2015 ની સરખામણીએ 21% વધુ છે. પાંચ વર્ષોમાં તેમાં 62.57% વધારો થયો છે.
 
ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5 વર્ષોમાં મુસાફરોમાં 62.57%વધારો થયો
એરપોર્ટ મુસાફરોમાં (લાખમાં) વધારો
 
1. એટલાંટા, અમેરિકા 43.08, 1.4%
2. બીજિંગ, ચીન 37.68, 6.5%
3. ટોક્યો, જાપાન 33.58, 2.6%
4. દુબઇ, યુએઇ 32.91, 9.4%
5. લોસ એન્જેલસ, 32.47, 7.8%
6. શિકાગો, અમેરિકા 31.14, -0.6%
7. લંડન, બ્રિટન 28.61, 2.5%
8. હોંગકોંગ 26.92, -3.4%
9. ડલાસ, અમેરિકા 25.93, -0.5%
10. શાંઘાઇ, ચીન 25.76, 8.9%
11. વાંગઝૂ, ચીન 25.36, 11.2%
12.નવી દિલ્હી, ભારત 24.80, 19.1%
13. પેરિસ, ફ્રાન્સ 24.17, 4.5%
14. સિંગાપુર 23.92, 3.2%
15. એમ્સટર્ડેમ 23.52, 8.7%
 
વિદેશના આ 5 શહેરોમાં સૌથી વધુ મુસાફરો
વિદેશ યાત્રી
 
દુબાઇ 13.1%
લંડન 6.6%
બેંગકોક 5.3%
સિંગાપુર 4.4%
કાઠમાંડુ 4.4%
 
દેશના આ 5 શહેરોમાં ગયા સૌથી વધુ મુસાફરો
દેશયાત્રી
 
મુંબઈ 13.8%
બેંગલુરુ 10.2%
ચેન્નઇ 5.5%
પુણે 5.5%
કોલકાતા 4.6%
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi IGI airport became 12th most busy airport of world
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended