Home »National News »Latest News »National» Update Kohinoor Heading By Sc And Delhi Hc On Vvpat

કોહિનૂર લાવવાનો ઓર્ડર ન આપી શકીએ, સરકાર ડિપ્લોમેટિક રીતે વિચારેઃ SC

Agency | Apr 21, 2017, 16:36 PM IST

  • સુપ્રીમ કોર્ટ કોહિનૂર હીરાને પરત લાવવા સાથે સંકળાયેલી 2 પીઆઈએલ પર શુક્રવારે સુનાવણી કરી
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે યુકેમાથી કોહિનૂર હીરો પરત લાવવા અને તેની હરાજી પર રોક લગાવવા ઓર્ડર આપવાથી ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું, ‘અમે આ માટે કોઈ આદેશ ન આપી શકીએ. સરકારે કોહીનૂર પરત લાવવા માટે ડિપ્લોમેટિક રીતે વિચારવું જોઈએ.’ આ સાથે કોર્ટમાં કોહિનૂર મુદ્દે સુનાવણી બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો.
 
કોર્ટે શું કહ્યું
 
-સુપ્રીમ કોર્ટ કોહિનૂર હીરાને પરત લાવવા સાથે સંકળાયેલી 2 પીઆઈએલ પર શુક્રવારે સુનાવણી કરી. તેમાં ભારત સરકારને આ અંગે દિશા-નિર્દેશ આપવાની માંગ કરી હતી.
- ચીફ જસ્ટિસ ખેહરની નેતૃત્વવાળી બેંચે પિટિશનર્સના વકીલોને કહ્યું, કોર્ટ આ મુદ્દે વધારે કંઈ ન કરી શકે. સરકાર ડિપ્લોમેટિક રીતે વિચારે. કોઈ સુપરવિઝન અંતર્ગત આ ન થઈ શકે.
- અમે બ્રિટનમાં થનારી હરાજીને કેવી રીતે રોકી શકીએ અને કોઈ દેશને કંઈ પરત કરવાનો ઓર્ડર કેવી રીતે આપીએ? અમેરિકા અને બ્રિટનમાં રહેલી ચીજો માટે પિટીશન્સ દાખલ કરવામાં આવે તે જોઈને અમે હેરાન છીએ.
 
 
દિલ્હી હાઇકોર્ટનો સુપ્રીમને ફટકો
 
દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીની VVPAT મશીનથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં યોજાનારી કોર્પોરેશન ચૂંટણી સેકન્ડ જનરેશન ઈવીએમથી થાય તેવી માંગ કરી હતી.રાજ્ય ચૂંટણી પંચે કોર્ટમાં કહ્યું કે, હાલના EVMs સંપૂર્ણ રીતે સલામત અને હેક ન થઈ શકે તેવા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: update kohinoor heading by sc and delhi hc on vvpat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended