Home »National News »Latest News »National» Delhi Government Is Being Ruled By One Minister Imran Hussain

માત્ર એક મંત્રીથી ચાલી રહી છે દિલ્હી સરકાર, કેજરીવાલ પંજાબ ચૂંટણીમાં વ્યસ્ત

Agency, New Delhi | Jan 24, 2017, 23:39 PM IST

  • માત્ર એક મંત્રીથી ચાલી રહી છે દિલ્હી સરકાર, કેજરીવાલ પંજાબ ચૂંટણીમાં વ્યસ્ત,  national news in gujarati
નવી દિલ્હી:દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (આપ) પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં એક પણ તક જતી કરવા માગતી નથી. આથી આખો પક્ષ જ બંને રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં લાગેલો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત લગભગ તમામ નેતા અને મંત્રીઓ પંજાબ અને ગોવામાં ધૂરા સંભાળીને બેઠા છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે દિલ્હીમાં માત્ર એક જ મંત્રી છે જે સરકાર ચલાવી રહ્યા છે. માત્ર પર્યાવરણ મંત્રી ઈમરાન હુસેન જ દિલ્હીમાં હાજર છે.
 
આપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે પંજાબની ચૂંટણી પક્ષ માટે ખુબ જ મહત્ત્વની છે. આથી મોટાભાગના નેતાઓને ત્યાં જઈને પ્રચાર કરવા જણાવાયું છે. ગોવામાં પણ આપ નેતા પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે પણ જરૂર જણાશે ત્યારે નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓને તાત્કાલિક દિલ્હી બોલાવી લેવામાં આવશે. પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજકાલ પોતાનો મોટાભાગનો સમય પંજાબ ચૂંટણીને આપી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi Government is being ruled by one minister imran hussain
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended