Home »National News »Latest News »National» AAP Leader Najeeb Arrested For Loot Case

દિલ્હી: રૂ. 25 લાખની લૂંટમાં આપ નેતાની ધરપકડ, પાર્ટીએ સંબંધ નકાર્યો

divyabhaskar.com | Mar 20, 2017, 15:43 PM IST

  • નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા સાથે કેજરીવાલ
દિલ્હી :એક વેપારી પાસેથી રૂ. 25 લાખ લૂંટવાના કેસમાં દિલ્હી પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક લૂંટારું કથિત રીતે આમ આદમી પાર્ટીની યુવા પાંખનો નેતા છે. જોકે પાર્ટી આરોપી નજીબ સાથે સંબંધ હોવાનું નકારે છે.
 
લૂંટ દરમિયાન આરોપીઓએ કર્યો હતો ગોળીબાર
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, તા. 12મી માર્ચે જાફરાબાદ વિસ્તારમાં બંદૂકની અણિએ રૂ. 25 લાખની લૂંટ થઈ હતી. 
- લૂંટારુઓએ રૂ. 25 લાખ ભરેલું બેગ, મોબાઈલ સહિત કેટલાક ડૉક્યુમેન્ટ્સ લૂંટ્યા હતા. આ દરમિયાન લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં એક શખ્સને ઈજા પહોંચી હતી. 
- લૂંટ બાદ નાસી રહેલા બદમાશોમાંથી એકને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. 
- રવિવારે પોલીસે બાકીના આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક પિસ્તોલ, બાઈક તથા રૂ. 16 લાખ મળી આવ્યા હતા. 
- પૂછપરછ દરમિયાન આરોપીઓએ 20 જેટલા ગુનાઓમાં સંડોવણી સ્વીકારી હતી. 

આરોપી નજીબનો સંબંધ આપ સાથે 

- લૂંટારુઓમાં નજીબ નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. 
- નજીબ કથિત રીતે જાફરાબાદમાં આમ આદમી પાર્ટીની યુવા પાંખનો નેતા છે 
- જોકે આમ આદમી પાર્ટીની યુવા પાંખના ઈન્ચાર્જ વંદના સિંહના કહેવા પ્રમાણે, "આરોપી નજીબ અમારી પાર્ટીનો સભ્ય નથી. યુવા પાંખ સાથે તેનો કોઈ સંબંધ નથી. દિલ્હી પોલીસ દરેક જગ્યાએ 'આપ' સાથે તાર જોડવાના પ્રયાસમાં રહે છે. 
- બીજી બાજુ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આરોપ મૂક્યો છે, "નજીબ તથા તેના સાગ્રીતોની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે, 'આપ' એ ગુનેગારોનું આશ્રયસ્થળ બની ગયું છે." 
- "કેજરીવાલે જણાવવું રહ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં સામેલ નેતાઓ સામે કેવી કાર્યવાહી કરશે."

આપ નેતાઓ સાથે નજીબની તસવીરો વાયરલ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: AAP leader Najeeb arrested for loot case
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended