Home »National News »Latest News »National» Delegation Of British Parliamentarians Visited PM Modi

બ્રિટિશ સાંસદોએ કરી મોદીની મુલાકાત, PMએ આતંકવાદને નાથવા કરી વિનંતી

divyabhaskar.com | Feb 14, 2017, 16:56 PM IST

  • બ્રિટિશ સાંસદોએ કરી મોદીની મુલાકાત, PMએ આતંકવાદને નાથવા કરી વિનંતી,  national news in gujarati
નવી દિલ્હી: બ્રિટિશ સાંસદોના એક પ્રતિનિધિમંડળે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખૂબ મજબૂત છે. મોદીએ સાંસદોને વિનંતી કરી હતી કે તેઓ આતંકવાદ, અતિશયતાવાદ અને કટ્ટરવાદ સામે તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખે.
 
શું બોલ્યા મોદી
 
- મોદીએ કહ્યું કે ભારત અને યુકે, બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. મોદીએ બંને દેશોના સાંસદો વચ્ચેના કોમ્યુનિકેશનને વધારવા જણાવ્યું હતું.
- વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે નવેમ્બર 2015 માં તેમની યુકે મુલાકાત અને નવેમ્બર 2016 માં વડાપ્રધાન થેરેસા મેએ કરેલી ભારતની મુલાકાત દરમિયાન થયેલા વિચાર-વિમર્શને યાદ કર્યો હતો.
- મોદીએ 2017 ના સેલિબ્રેશનને ભારત-યુકેના સંસ્કૃતિના વર્ષ તરીકે આવકાર્યું હતું.
- મોદીએ એમ પણ જણાવ્યું કે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇમાં ભારત અને યુકે નેચરલ પાર્ટનર્સ (સ્વાભાવિક હિસ્સેદારો) છે.
- વડાપ્રધાન મોદીએ સાંસદોને વિનંતી કરી હતી કે તેઓ આતંકવાદ, અતિશયતાવાદ અને કટ્ટરવાદ સામે તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Delegation of British Parliamentarians visited PM Modi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext