Home »National News »Photo Feature» CBI Files Charge Sheet Against Kingfisher Airlines, Vijay Mallya And Eight Others

આમ થતી હતી માલિયાની પેજ3 પાર્ટીઝ, Ex RBI ગવર્નરે કરી હતી ટીકા

divyabhaskar.com | Jan 25, 2017, 11:22 AM IST

  • સીબીઆઈની ચાર્જશીટમાં વિજય માલિયા, કિંગફિશર એરલાઈન્સ અને 8 અન્ય લોકોના નામ સામેલ છે.
મુંબઈઃલોન ડિફોલ્ટર મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં વિજય માલિયાના કિંગફિશર એકલાઈન્સનું નામ પણ સામેલ છે. ભલે વિજય માલિયા પર કરોડોનું દેવું હોય તેમના વૈભવી શૌખમાં ક્યારેય ઘટાડો જોવા મળ્યો નથી. વિદેશ ફરાર થતા પહેલા માલિયાની પેજ3 પાર્ટીઝ અને બર્થ-ડે પાર્ટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. તેમનો પુત્ર સિદ્ધાર્થ માલિયા પણ પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.
 
Ex RBI ગવર્નરે કરોડોના ખર્ચ અંગે ટીકા કરી હતી....

- વિદેશ ભાગતા પહેલા વિજય માલિયાએ ગોવાના કિંગફિશર વિલામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
- માલિયાની આ પાર્ટીમાં દેશ-વિદેશના હાઈપ્રોફાઈલ લોકો હાજર રહ્યાં હતા.
- આ પાર્ટીમાં સ્પેનિશ સિંગર એનરીકે ઈગ્લેસિઅસે પર્ફોમ કર્યું હતું.
- સ્પેનિશ સિંગર એનરિક ઈગ્લેસિયસ વિશ્વના સૌથી મોંઘા સિંગર્સમાં સ્થાન ધરાવે છે.
- માલિયાની પાર્ટીમાં પહોંચેલા પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ભવ્ય પાર્ટીના આયોજન અંગે ટીકા કરી હતી.
- પૂર્વ ગવર્નર રાજને કહ્યું હતું કે,‘સામાન્ય માણસોને મોંઘી મળતી લોન પાછળ આવી પાર્ટીઝ જવાબદાર છે.’
- ઘણી હોલિવૂડ હસ્તીઓ પણ વિજય માલિયાની પાર્ટીઝમાં સામેલ રહી ચૂકી છે.
- માલિયા ઘણીવાર પોતાના યોટ ‘ઈન્ડિયન એમ્પ્રેસ’ પર બોટ પાર્ટીનું આયોજન કરતા હતા.
- માલિયાના યોટની ગણતરી વિશ્વના સૌથી મોંઘા યોટ્સમાં થાય છે.
- આઈપીએલ દરમિયાન થતી પાર્ટીઝમાં મેન ઓર્ગેનાઈઝર કિંગફિશર જ રહેતું હતું.
- આઈપીએલ સમયે થતી પાર્ટીઝમાં ફિક્સિંગ અને સટ્ટાને કારણે વિવાદ સામે આવ્યા બાદ આ પાર્ટીઝ બંધ કરવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વિજય માલિયાની પાર્ટીઝની વધુ તસવીરો...........)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CBI Files Charge sheet Against Kingfisher Airlines, Vijay Mallya and eight others
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended