Home »National News »Latest News »National» Death Reason Can Be Known From Virtual Autopsy 3D Image

રોહતક: વર્ચ્યુઅલ ઓટોપ્સીની 3ડી ઇમેજથી મોતના કારણો ખબર પડશે

Ratna Pawar, Rohtak | Jan 19, 2017, 23:29 PM IST

  • રોહતક: વર્ચ્યુઅલ ઓટોપ્સીની 3ડી ઇમેજથી મોતના કારણો ખબર પડશે,  national news in gujarati
રોહતક:ડિજિટલ સ્ક્રીન પર ઉદભવેલી 3ડી ઇમેજથી મોતના કારણો શોધી કાઢવાનું હવે સરળ થઇ જશે. દેશનું પ્રથમ વર્ચ્યુઅલ ઓટોપ્સી સેન્ટર રોહતકના પીજીઆઇએમએસમાં બનવાનું છે અને તેના માટે સરકાર તરફથી પીજીઆઇએમએસમાં 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ નવી ટેકનિક લાવવા માટે અમેરિકા અને યુરોપના એક્સપર્ટના અભિપ્રાય પણ મેળવવામાં આવી રહ્યા છે.
 
આર્ટ મોડર્ન મોર્ચરી કોમ્પલેક્સની ઇમારતની ડિઝાઇન બની ગઇ છે. ટૂંક સમયમાં જ તેના એપ્રૂવલ માટે સંબંધિત ઓથોરિટીને મોકલવામાં આવશે. પોસ્ટમોર્ટમ ક્ષેત્રમાં આ નવી ટેકનિક આવ્યા પછી મૃત શરીરમાં છુપાયેલી ગોળી અને ઝેર વિશે જાણવાનું સરળ થઇ જશે. અત્યાર સુધી મૃતકનું ભારે શરીર હોવા કે હાડકાંમાં ફસાયેલી ગોળી શોધી કાઢવામાં 10થી 12 કલાકનો સમય લાગી જાય છે. તેનાથી પોસ્ટમોર્ટમના અન્ય કાર્યોને અસર થાય છે. સાથે જ ગેંગવોર જેવી સ્થિતિમાં પોસ્ટમોર્ટમમાં વિલંબથી પરિવારવાળાઓ વિરોધ પોલીસ અને વહીવટીતંત્રને સહન કરવો પડે છે.
 
હવે આ પ્રકારની મુશ્કેલી થશે નહીં. આવી સ્થિતિમાં આ નવી ટેકનિકનો ઉપયોગ પોસ્ટમોર્ટમ ક્ષેત્રમાં ડોક્ટરોની મદદ કરશે. હાલમાં યુરોપથી નવી ટેકનિકના યંત્ર મંગાવવા માટે 6.57 કરોડના બજેટની યોજના બનાવી લેવામાં આવી છે. નોંધનીય છે કે  એઇમ્સ દિલ્હીમાં આ પ્રકારના સેન્ટર માટે તૈયારી ચાલી રહી હતી પરંતુ બજેટની ઊણપને કારણે ત્યાં પણ હાલમાં તેને ટાળી દેવામાં આવ્યું છે. હાલમાં એઇમ્સમાં એક્સ-રે દ્વારા જ મોતનાં કારણો શોધી કાઢવામાં આવે છે.
 
કોર્ટમાં વધુ મદદ મળશે

કોર્ટમાં આરોપ પુરવાર કરવા માટે ઘણી વાર ગોળી નહીં મળવા અને શસ્ત્ર વિશે માહિતી નહીં મળવાને કારણે મુશ્કેલીઓ પડે છે. દારૂ માફિયા પોન્ટી ચડ્ઢાના કેસમાં આ પ્રકારની પરિસ્થિતિ ફોરેન્સિક ડોક્ટરો સામે આવી હતી, ત્યારે શબમાં ઘણી ગોળીઓ ઘૂસી હતી અને ઘણા કલાકો સુધી પોસ્ટમોર્ટમ કરવું પડ્યું હતું. તેનાથી શબની પણ વધુ ચિરફાડ કરવી પડી હતી.
 
એક સાથે 150 સ્ટુડન્ટ્સ લાઇવ ઓટોપ્સી જોઇ શકશે

આર્ટ મોડર્ન મોર્ચરી કોમ્પ્લેક્સના નોડલ ઓફિસર અને ફોરેન્સિક મેડિસિન વિભાગના અધ્યક્ષ ડો.એસ.કે. ધત્તરવાલે જણાવ્યું કે પીજીઆઇએમએસ 1964માં બન્યું હતું, ત્યારથી પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. હાલમાં 16 બોડી રાખી શકાય છે. હવે વર્ચ્યુઅલ ટેકનિક માટે મંજૂરી મળી ગઇ છે. 3000 વર્ગ ફૂટમાં તેને બનાવવામાં આવશે. તેમાં 100 બોડીનો સ્ટોરેજ હશે. એક સાથે 150 સ્ટુડન્ટ્સ પણ ઓટોપ્સીને લાઇવ જોઇ શકશે. મુંબઇનાં એક્સપર્ટ રોમા ખાનનો પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આ દેશનું પ્રથમ વર્ચ્યુઅલ ઓટોપ્સી સેન્ટર હશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Death reason can be known from Virtual Autopsy 3D image
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext