Home »National News »Desh» Driving On This Deadly Roads Is Not Not Easy For Every One

પહાડો પર ખતરનાક રોડ પરથી પસાર થાય છે બસો, જોઈને ડરે છે પ્રવાસીઓ

divyabhaskar.com | Apr 21, 2017, 15:23 PM IST

  • મુસાફરી દરમિયાન બસમાં બેઠેલા પ્રવાસીઓને નીચે જોઈને ડર લાગતો હોય છે.
શિમલાઃ હિમાચલ પ્રદેશના ચૌપાલ પાસે તાજેતરમાં ટોંસ નદીમાં એક પ્રાઈવેટ બસ પડી જવાથી 45 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડથી આવી રહેલી બસમાં માત્ર 28 પ્રવાસીઓને બેસાડવાની ક્ષમતા હતી. હિમાચલના જોખમી રસ્તાઓ પર બસમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ બેસાડવામાં આવ્યા. મુસાફરી દરમિયાન બસમાં બેઠેલા પ્રવાસીઓને નીચે જોઈને ડર લાગતો હોય છે.
 
દરવર્ષે અકસ્માતમાં થાય છે ઘણાં લોકોના મોત....

- હિમાચલની મોટાભાગના રોડ પહાડોની કાપીને તૈયાર કરવામાં આવ્યા હોવાથી તે જોખમી છે. 
- એક અંદાજ અનુસાર, આ રસ્તાઓ પર દરવર્ષે 500 થી 700 લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે.
- અહીંના રસ્તાની સાથે સાથે પાર્કિંગ પર ખતરનાક છે.  પહાડની કિનારે પાર્કિંગની વ્યવસ્થાનું કારણ પુરતી જગ્યા ન  હોવાનું જણાવવામાં આવે છે.
- એક માહિતી અનુસાર, રોડના કિનારે રહેલી ખીણ 100 ફૂટથી વધુ ઉંડાઈ ધરાવે છે. આવા ખતરનાક રોડ પર ડ્રાઈવરની નાની ભૂલ ઘણા લોકોના જીવ જોખમમાં મુકી શકે છે.
- મનાલીથી કલ્પા, લાહૌલ-સ્પીતિ, રિકાંગપિઓ, કેલાંગ અને રોહતાંગ જેવા રોડ જોખમી છે.
- અહીંના જોખમી રસ્તાઓને કારણે ઘણીવાર બચાવદળ પણ સમયસર ન પહોંચી શક્તા, લાશો પણ મળતી નથી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Driving On This Deadly Roads is Not Not Easy For Every One
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended