Home »National News »Photo Feature» Police Suspects Murder Due To Accused Fail To Rape On Girl

ખેતરમાંથી અર્ધનગ્ન સ્થિતિમાં મળી આવી યુવતીની લાશ, રેપના પ્રયાસની શંકા

Subodh khandelwal | Jan 28, 2017, 00:06 AM IST

  • હજીસુધી યુવતીની ઓળખ થઈ શકી નથી.
ઈન્દોર/ધરમપુરીઃઅહીં ઘરમપુરીના લુન્હેરા ફાટે પાસેના ખેતરમાંથી એક અજ્ઞાત યુવતીની લાશ મળી આવી હતી. મૃતક યુવતીની અર્ધનગ્ન સ્થિતિમાં લાશ મળી હતી. હજીસુધી યુવતીની ઓળખ થઈ શકી નથી.
 
લાશ પાસેની ચિઠ્ઠીમાં લખેલા હતા નંબર...

- ધરમપુરના પિપલદાગડી ગામ પાસે મૌની બાબાના આશ્રમ નજીક આવેલા રાધેશ્યામ શર્માના ખેતરમાં મજૂરો દવાનો છંટકાવ કરી રહ્યાં હતા.
- આ સમયે જ એક મજૂરની નજર યુવતીની લાશ પર પડી હતી. યુવતીના ચહેરા પર લોહીના ડાઘ હતા. તેના શરીરના ઉપરના ભાગ પર કોઈ કપડું નહોતું.
- આ મામલે તાત્કાલિક ધોરણે ખેતરના માલિક અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 
- પોલીસને તપાસ દરમિયાન રોડ પાસેથી યુવતીનો ફાટેલો કુર્તો મળી આવ્યો હતો. લાશની નજીક છોડ પરથી યુવતીની બ્રા મળી આવી હતી.
- પોલીસને એક કાગળનો ટુકડો મળ્યો હતો. જેની પર લલિતા સનાવાદ અને એક નંબર પણ લખેલો છે જે કોઈ બેંક ખાતાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- ટીઆઈ સાહૂએ જણાવ્યું કે, મૃતક યુવતીની વય 24-28 વર્ષ લાગી રહી છે. તેના કપડા પરથી તે અન્ય કોઈ ક્ષેત્રનું હોવાનું લાગી રહ્યું છે. 
- ટીઆઈ સાહૂએ સાનાવાદ પોલીસ સ્ટેશનને પણ આ અંગે માહિતી આપી છે. 
- ગળા પરના નિશાનને આધારે મૃતકની હત્યા ગળું દાબીને કરવામાં આવી હોવાનું મનાય છે. પોલીસને શંકા છે કે રેપનો પ્રયાસ કરવામાં આવ્યો હશે, જેનો વિરોધ કરવા આરોપીએ હત્યા કરી હશે.
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
 
તસવીરો-  સંજય સોની
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Suspects Murder Due To Accused Fail To Rape On Girl
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext