Home »National News »Photo Feature» Mother In Law Was Stopping To Have Relations With Lover

પુત્રવઘૂઓના પ્રેમીઓ સાથે હતા શારીરિક સંબંધ, સાસુને જાણ થઈ તો કર્યું આમ

divyabhaskar.com | Feb 09, 2017, 00:07 AM IST

  • પુત્રવધૂઓ સાસુને ઊંઘની ગોળીઓ આપી પ્રેમીઓને બોલાવતી હતી.
જાલંધરઃઆડા સંબંધોનો ખુલાસો થવા પર બે પુત્રવધૂઓએ પ્રેમીઓ સાથે મળી સાસુની હત્યા કરી હતી. ઘટનાને  લૂંટની ઘટના દેખાડવા જવાની ચાલાકીમાં બંને પકડાઈ હતી. પોલીસે બંને આરોપી પુત્રવધૂ અને તેના પ્રેમીઓની ધરપકડ કરી હતી. આ ઘટના પંજાબના બેગોવાલના ગામમાં 3-4 ફેબ્રુઆરીની છે. પોલીસ ત્યારથી જ આ ઘટનાની તપાસ કરી રહી હતી. હવે પોલીસે આ હત્યાનો કેસ ઉકેલી લેવાનો દાવો કર્યો છે.
 
વિદેશમાં રહે છે આરોપી મહિલાઓના પતિ....

- 60 વર્ષીય મૃતક સ્વારજ કૌર પોતાની બે પુત્રવધૂઓ રાજીંદર અને રાજદીપ કૌર તથા પૌત્રો સાથે રહેતી હતી. મૃતકના બંને પુત્રો વિદેશમાં છે.
- સ્વરાજ કૌરના પતિનું નિધન ઘણા સમય પહેલા થઈ ચુક્યું છે. 4 ફેબ્રુઆરીએ સ્વરાજ કૌરના ભાઈ પ્રિતપાલ સિંઘે પોલીસને સુચના આપી હતી કે તેની બહેનની શંકાસ્પદ સ્થિતિમાં હત્યા કરવામાં આવી છે.
- પ્રિતપાલે બંને પુત્રવધૂઓ પર જ શંકા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસને લૂંટની ઘટના લાગી પરંતુ સાથે બંને પુત્રવધૂઓ પર પણ શંકા હતી.
- ડીએસપી નવનીત સિંઘે જણાવ્યું કે, આરોપી પુત્રવધૂ રાજીંદર કૌરના 4 વર્ષથી લવલી સાથે સંબંધ હતા. બીજી તરફ રાજદીપ કૌરના સોનુ નામના આરોપી સાથે આડા સંબંધ હતા.
 
સાસુને ઊંઘની ગોળીઓ આપતી પુત્રવધૂઓ....

- બંને આરોપી પુત્રવધૂ સાસુને ઊંઘની ગોળીઓ આપી પ્રેમીઓને ઘરે બોલાવતી. જેની સાસુને શંકા જતા તેમણે બંનેને ટોકવાનું શરુ કરી દીધું.
- આ કારણે બંને મહિલાઓ સાસુ આડા સંબંધો મામલે નડતર રૂપ લાગવા લાગ્યા. આરોપી મહિલાઓએ લવલી સાથે 15 દિવસ પહેલા જ હત્યાની યોજના બનાવી હતી. 
- હત્યાની રાતે પણ આરોપી મહિલાઓએ સાસુને ઊંઘની ગોળીઓ આપી હતી. જે પછી લવલી અને તેના સાથી ગોપીએ મળી તકિયાથી સ્વરાજ કૌરનું મોઢું અને દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી હતી.
- બંને આરોપી મહિલાઓએ પોલીસની પૂછપરછમાં પોતાનો ગુનો કબુલી લીધો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mother In Law Was Stopping To Have Relations With Lover
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended