Home »National News »Latest News »National» Damini Pass Away After Suffed A Lot In 13 Days

ફિલ્મ સાથે શરૂ થયેલી સફર મૃત્યુ સાથે પૂરી થઈ...

Bhaskar News, New Dehli | Dec 29, 2012, 23:45 PM IST

- એ ૧૩ દિવસ...

સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી મેડિકલની ૨૩ વર્ષની વિદ્યાર્થિની અંતે ૧૩ દિવસના સંઘર્ષ પછી દુનિયા છોડી ગઈ છે. ૧૬ ડિસેમ્બરે આ યુવતીનો સંઘર્ષ એક ફિલ્મ સાથે શરૂ થયો હતો. દક્ષિણ દિલ્હીના સાકેતમાં પોતાના મિત્ર સાથે ફિલ્મ જોયા પછી બન્ને મુનિરકા વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં તેમણે રોડના કિનારે ઊભેલી એક ખાનગી બસ પકડી. બસ ડ્રાઈવર રામસિંહ અને કન્ડકટરે તેમને પશ્ચિમ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ઉતારવાનું કહ્યું.બસમાં કુલ છ લોકો હાજર હતા.

બસે થોડું અંતર કાપ્યા પછી ડ્રાઈવરે તમામ લાઈટો બંધ કરી દીધી. યુવતી અને તેના મિત્રે તેનો વિરોધ કરતાં બે જણે તેની સાથે મારામારી શરૂ કરી. યુવતીએ ચીસાચીસ કરતાં કન્ડકટર દોડતો આવ્યો અને યુવતીને ખેંચીને પાછળ લઈ ગયો, જ્યારે તેના મિત્રને બે બદમાશોએ પકડી બાંધી દીધો અને આગળ ફેંકી દીધો. પછી છએ બદમાશોએ વારાફરતી ૪૦ મિનિટ સુધી યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આ દરમિયાન યુવતીને લોખંડના સિળયાથી બૂરી રીતે મારવામાં આવી. યુવતી અને તેના મિત્રને મહિપાલપુર પાસે ચાલુ બસમાંથી સડકના કિનારે ફેંકી દેવામાં આવ્યા.
 
અડધો કલાક સુધી બન્ને સડક પર પડી રહ્યા, પરંતુ ત્યાંથી પસાર થતાં લોકોમાંથી કોઈ મદદે ન આવ્યું. આ સમયે હાઈવે પોલીસની એક ટુકડી ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેણે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ વાનમાં બન્નેને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. યુવતીની હાલત જોઈને ડોક્ટરોએ કહ્યું તેમણે ક્યારેય દુષ્કર્મ પીડિત યુવતીને આટલી ખરાબ હાલતમાં જોઈ નથી.

બીજા દિવસે સંસદમાં જયા બચ્ચને આ મુદ્દો ઉઠાવ્યો. આંખોમાં આંસુ સાથે તેમણે પીડિતાનું દર્દ વ્યક્ત કર્યું. આ દરમિયાન અન્ય એક સાંસદ હસતા હતા. સમગ્ર દેશમાં આનાથી ગુસ્સો ભડકયો. લોકો સડકો પર ઉતરી આવ્યા. યુવતીની હલત સતત વણસતી રહી. ઘટનાના ૧૦ દિવસ પછી તેને સિંગાપોર લઈ જવામાં આવી. પરંતુ કોઈ ફરક પડ્યો નહીં. અંતે ૧૩મા દિવસે શુક્રવારે મોડી રાત્રે ખબર આવી કે યુવતી જિંદગીનો જંગ હારી ગઈ છે. ...
 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: damini pass away after suffed a lot in 13 days
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended