Home »National News »Latest News »National» Shahikala Verdict In Apex Court Major Happening On Tuesday

શશિકલાના ભાવિ અંગે સુપ્રીમ આપશે ચુકાદો, આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 14, 2017, 09:08 AM IST

  • શશિકલાના ભાવિ અંગે સુપ્રીમ આપશે ચુકાદો, આ સમાચારો પર રહેશે નજર,  national news in gujarati
નેશનલ ડેસ્ક:AIADMKના મહાસચિવ શશિકલા સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો કેસ ચાલી રહ્યો છે. જેના અંગે બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. ઉપરાંત આ સમાચારો પર નજર રહેશે. 
 
વિસનગરની કોર્ટમાં હાજર થશે હાર્દિક પટેલ

વિસનગર : પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બની ગયેલો હાર્દિક પટેલ ધારાસભ્યની કચેરીમાં તોડફોડ કરવાના કેસમાં મંગળવારે કોર્ટ સમક્ષ હાજર થશે. અહીં થયેલી હિંસા બાદ જ પાટીદાર આંદોલને વેગ પકડ્યો હતો. 
શશિકલાના ભાવિ અંગે સુપ્રીમનો ચુકાદો 

નવી દિલ્હી:શશિકલાનો આવક કરતાં વધુ સંપત્તિનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેના અંગે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. આ કેસમાં જયલલિતા નિર્દોષ છૂટી ગયા હતા. 
 
104 ઉપગ્રહો મોકલવા માટેનું કાઉન્ટડાઉન શરૂ 

શ્રીહરિકોટા: ઈસરો દ્વારા બુધવારે રેકોર્ડ 104 ઉપગ્રહ છોડવામાં આવશે. જેના માટેનું કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. મોટાભાગના ઉપગ્રહો માઈક્રો સેટેલાઈટ્સ છે. 
 
બાંદીપુરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
 
શ્રીનગર: અહીં આતંકવાદીઓ અને સુરક્ષાબળોના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાબળોના નવ જવાનોને ઈજાઓ પહોંચી છે. જ્યારે એક આતંકવાદી માર્યો ગયો છે. 

  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shahikala verdict in Apex Court major happening on Tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended