Home »National News »Latest News »National» Crisis In Tamil Nadu Politics Pannerselvam Alleges Newly Elected Cm Sasiklala

TNમાં પણ ખજૂરાહોવાળી, શશિકલાએ 130 MLAને મોકલ્યા સીક્રેટ કેમ્પમાં

divyabhaskar.com | Feb 08, 2017, 23:32 PM IST

  • શશિકલાએ પાર્ટીના 130 ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલ મોકલી આપ્યા છે.
ચેન્નઈ.તામિલનાડુના પૂર્વ સીએમ પન્નીરસેલ્વમના બળવા બાદ AIADMKમાં તિરાડ પડતી દેખાઈ રહી છે. પાર્ટી ચીફ શશિકલાએ લગભગ 130 ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલમાં મોકલી આપ્યા છે. આ તમામ ધારાસભ્યો ગવર્નર વિદ્યાસાગર રાવના મુંબઈથી પરત આવવા સુધી ત્યાં જ રહેશે. મહત્વપૂર્ણ છે કે ત્રણ દિવસથી ગવર્નર મુંબઈમાં છે. જેના કારણે શશિકલાનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળવો પડ્યો હતો. શશિકલા સોમવારે મુખ્યમંત્રીના શપથ લેવાના હતા. આ પહેલા બુધવાર સવારે પન્નીરસેલ્વમે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ગવર્નરને મળશે અને સીએમ પોસ્ટ પરથી આપેલું રાજીનામું પાછું લેશે. આ નિવેદન બાદ શશિકલાએ કહ્યું કે ગદ્દારી સહન નહીં કરવામાં આવે, પન્નીરસેલ્વમ આગળ પાર્ટી ક્યારેય નહીં ઝૂકે. શશિકલાએ મંગળવાર રાત્રે પન્નીરસેલ્વમને પાર્ટી વિરુદ્ધ જવાના કારણે ટ્રેઝરર પોસ્ટ પરથી હટાવી દીધા હતા.
 
કાર્યવાહક મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમના બળવા પછી બુધવારે શશિકલાની છાવણીએ 131 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ધારાસભ્યોની બેઠકમાં શશિકલા 11 મિનિટ સુધી બોલ્યાં હતાં. પન્નીરસેલ્વમને એવી ચેતવણી આપી છે કે ગદ્દારીની સજા આપવામાં આવશે. દરમિયાન,  વિપક્ષ ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને જણાવ્યું કે અન્નાદ્રમુકના ઝઘડામાં અમારો કોઇ હાથ નથી.રાજ્યપાલ ત્રણ દિવસથી મુંબઇમાં છે. શશિકલાએ બેઠકમાં જણાવ્યું કે વિરોધીઓ મારી પાછળ પડ્યા છે પરંતુ કોઇ પણ મને અમ્માના માર્ગે ચાલતા અટકાવી શકશે નહીં. સીએમ તરીકે પન્નીરસેલ્વમે ભૂલો કરી છે. પક્ષના મહામંત્રી તરીકે સજા આપવાની મારી જવાબદારી છે. તેઓ વિપક્ષ સાથે મળીને  ષડયંત્ર રચી રહ્યા છે.
જયલલિતાના આરોગ્યની તપાસ માટે પંચ નીમવા પન્નીરસેલ્વમની ભલામણ

- પન્નીરસેલ્વમે પોતાના નિવાસસ્થાને કહ્યું હતું કે, જયલલિતાની ઈચ્છા હતી કે હું મુખ્યપ્રધાન બનું. એટલે જ 16 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન હું બે વખત મુખ્યપ્રધાન બન્યો. 
- AIADMK સત્તામાં હતી ત્યારની કે વિપક્ષમાં હતી ત્યારે, કોઈ એવો દાખલો નથી કે મેં પાર્ટીને છેહ દીધો હોય. 
- અમ્માના આરોગ્ય અંગે જનતાને જાળવાનો હક્ક છે. તેમાં તપાસ કરવી એ રાજ્ય સરકારની જવાબદારી છે એટલે એક તપાસ પંચની ભલામણ કરી છે. 
- રાજ્યપાલ આવશે એટલે હું તેમની સાથે મુલાકાત કરીશ. મને ખાતરી છે કે હું બહુમત પુરવાર કરીશ. 
- હું તામિલનાડુના એક-એક શહેરમાં જઈશ અને જનતાને મારી વાત રજૂ કરીશ. 
- કેન્દ્ર સરકાર તામિલ પ્રજાને સહકાર આપી રહી છે. જે કોઈ તામિલનાડુને સહકાર આપશે, તેનું અમે સ્વાગત કરીશું. 
- જો જયલલિતાના ભત્રીજી દીપા મને સમર્થન આપશે તો હું તેનો સ્વીકાર કરીશ. 
- આ પહેલા શશિકલાના દૂતો વી. મૈત્રેયન તથા નવનિતશ્રીકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. અને પન્નીરસેલ્વમને સમજાવવા પ્રયાસ કર્યો હતો. 
- બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શશિકલા જ તામિલનાડુના આગામી મુખ્યપ્રધાન બનશે. આ માટ જરૂરી બહુમત તેમની પાસે હોવાનો દાવો પણ સાંસદોએ કર્યો હતો. 
- આજે સવારથી જ પન્નીરસેલ્વમના ઘર આગળ મોટી સંખ્યામાં લોકો, મીડિયા એકત્ર થઈ ગયા છે. 
- કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.
 
પન્નીરસેલ્વમ ગદ્દાર: શશિકલા 

- શશિકલાએ બુધવારે AIADMKના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. બાદમાં પન્નીરસેલ્વમની ઝાટકણી કાઢી હતી. 
- શશકિલાએ કહ્યું હતું કે, જયલલિતાના નિધન બાદ સમર્થકો તથા ધારાસભ્યો તેમને મુખ્યપ્રધાન બનાવવા માંગતા હતા. પરંતુ અવસાદને કારણે તેઓ માનસિક રીતે તૈયાર ન હતા. 
- મુખ્યપ્રધાન હોવા છતાંય પન્નીરસેલ્વમ વિપક્ષ સાથે મળીને પક્ષ વિરોધી કામ કરતા હતા. અમ્મા આજીવ તેમની સામે લડ્યાં હતાં. 
- જનરલ સેક્રેટરી તરીકે પન્નીરસેલ્વમે જે કાંઈ કર્યું હતું તેને અટકાવવું મારી જવાબદારી હતી. 
- આજે જે કાંઈ થઈ રહ્યું છે તેની પાછળ વિપક્ષ છે. છતાંય અમ્માના માર્ગે આપણને આગળ આવતા કોઈ નહીં અટકાવી શકે. 
- પન્નીરસેલ્વમે દગો કર્યો છે અને વફાદારી નથી દાખવી. તેણે પરિણામ ભોગવવું પડશે.  
 
 
જયલલિતાની તબિયત જાણવો નહોતો જવા દેવામાં આવતો
 
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે, હું જયલલિતાની તબિયત જાણવા દરરોજ હોસ્પિટલ જતો હતો પરંતુ મને એકપણ વખત મળવા દેવામાં આવ્યો નહોતો. હાલ જે કંઈ પણ બની રહ્યું છે તેની પાછળ એક તાકાત છે. તામિલનાડુ સરકારના સલાહકાર શીલા બાલકૃષણન અંગે તેમ જણાવ્યું કે, તેમના રાજીનામા અંગે હું વધારે કંઈ ન કહી શકું. તેમને પહેલાં જ એક્સટેન્શન આપવામાં આવી ચૂક્યું હતું.
 
રાજ્યપાલ પર ટકી નજર
 
તામિલનાડુના રાજકારણમાં નાટ્યાત્મક વળાંક બાદ હવે સૌની નજર રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પર ટકેલી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગવર્નર શશિકલા અને પન્નીરસેલ્વમ સાથે અલગ-અલગ વાતચીત કરીને મુદ્દો ઉકેલવાની કોશિશ કરી શકે છે. રાજ્યપાલ સામે હવે ચાર વિકલ્પો માનવામાં આવી રહ્યા છે. પ્રથમ વિકલ્પ તરીકે તેઓ હાલ પન્નીરસેલ્વમને સીએમ બની રહેવાનું કહી શકે છે. બીજા વિકલ્પમાં તેઓ શશિકલાને આમંત્રણ આપી બહુમતિ સાબિત કરવાનું કહી શકે છે. ત્રીજો વિકલ્પ વિધાનસભા ભંગ કરવી અને ચોથો વિકલ્પ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નાંખવાનો હોય છે. તેઓ બુધવારે સાંજે મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં ભાષણ આપવાના છે. જેના કારણે, સાંજ સુધી આ સમસ્યાનો ઉકેલ આવે તેની કોઈ શક્યતા નથી. 
 
ચૂંટણી પંચે પણ આપ્યો ઝટકો
 
શશિકલાને ચૂંટણી પંચ તરફથી પણ ઝટકો લાગ્યો છે. પંચે શશિકલાને AIADMKના વચગાળાના સચિવ બનાવવા અંગે નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનિં જણાવ્યું છે. પંચે આ અંગે તામિલનાડુમાં સત્તાધારી પક્ષને નોટિસ આપીને શશિકલાને મહાસચિવ બનાવવા સાથે સંકળાયેલા પ્રસ્તાવની કોપી સહિત અન્ય માહિતી માંગી છે.
 
રાજ્યપાલ આજે બપોર પછી ચેન્નાઈ પહોંચશે

તમિળનાડુમાં સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને તમિળનાડુના રાજ્યપાલનો હવાલો સંભાળી રહેલા સી. વિદ્યાસાગર રાવ હાલ મુંબઈમાં જ છે અને આવતીકાલે બપોરે ચેન્નાઈ જવા રવાના થશે એવી માહિતી અહીંના રાજભવનના અધિકારીએ આપી હતી.
 
રાજકીય પ્રતિક્રિયા તથા આરોપ-પ્રતિઆરોપ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: crisis in tamil nadu politics pannerselvam alleges newly elected cm sasiklala
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended