Home »National News »Latest News »National» Cricket God Sachin Met Modi And Briefed Him On Upcoming Movie

સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા

divyabhaskar.com | May 19, 2017, 15:07 PM IST

  • સચિને પત્ની સાથે મોદીની મુલાકાત લીધી
નવી દિલ્હી. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે આજે પત્ની સાથે મોદીની મુલાકાત લીધી હતી.સચિને તેની ફિલ્મ ‘સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ’ અંગે ચર્ચા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પીએમ સાથે મુલાકાત વખતે સચિનની પત્ની અંજલિ પણ હાજર હતી. સચિને મુલાકાત બાદ ટ્વિટર પર ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું, મોદીજી તમારા ‘જો ખેલે, વહી જીતે’ના પ્રેરણાત્મક મેસેજ બદલ આભાર.
 
 
ફિલ્મમાં શું જોવા મળશે?
 
ફિલ્મમાં તસવીરો અને 4થી 30 સેકન્ડની વીડિયો ક્લિપ્સ પણ સામેલ છે. એક મોટો શોટ હવાઈ મુસાફરીનો પણ લીધો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં અંદરો અંદરની વાતચીત પણ સાંભળ‌વા મળે છે. 1989માં રમાયેલાં ભારત-પાકિસ્તાન એક્ઝિબિશન મેચના ફૂટેજ પણ તેમાં સામેલ છે. શિવાજી પાર્કની કેટલીક ઝલક પણ છે. એક ચર્ચાસ્પદ તસવીર જેમાં ફેન્સે તકતીઓ પર લખ્યું છે..., 'ક્રિકેટ ઈઝ અવર રિલિજન એન્ડ સચિન ઈઝ અવર ગોડ'ને પણ ખાસ રીતે ફિલ્મમાં સામેલ કરાયું છે.
 
ફિલ્મની શરૂઆતની 15 મિનિટમાં સચિનનુ બાળપણ બતાવાશે
 
સચિનની વાર્તામાં શરૂઆતની 15 મિનિટ ફુલ સિનેમેટિક છે. જેમાં તેનુ બાળ‌પણ દેખાડાયું છે. 15 મિનિટ કોઈ કોમર્શિયલ ફિલ્મ જેવી થ્રીલિંગ છે. જેમાં સચિનનુ બાળપણ, તોફાન અને ક્રિકેટ પ્રત્યે તેની દિવાનગી બતાવાઈ છે. સચિનના બાળપણનુ પાત્ર નિભાવવા માટે 300 બાળકોનું ઓડિશન લેવામાં આવ્યું હતું. સિવાય ફિલ્મમાં સચિનની આખી લાઈફના ફૂટેજ છે. જેમાં અગત્યની મેચ, તેનો ઈજાનો પીરિયડ, રમતમાં પીછેહઠ સમયે વિરોધ વગેરે સામેલ છે. લગભગ 150 કલાકથી વધુ ફૂટેજમાંથી દ્રશ્યો લેવામાં આવ્યાં છે. સચિનની અંગત લાઈબ્રેરીમાંથી નોન ક્રિકેટર ફ્રેન્ડ્સના ફૂટેજ પણ છે. જેની સાથે સચિને ટોચ પર રહીને પણ સંબંધ જાળ‌વ્યાં છે.' કેટલીક અગત્યની પ્રેસ કોન્ફરન્સ પણ ફિલ્મનો ભાગ છે. ફિલ્મમાં પારંપરિક નાચ-ગાનને બદલે રહેમાનનુ બેકગ્રાઉન્ડ સ્કોર છે.
 
અડધી કલાક સુધી પત્ની અંજલિ પણ મળશે જોવા
 
ફિલ્મમાં અંજલિની હાજરી 35થી 40 મિનિટની છે. પ્રેમમાં પડ્યા પછી તેના લગ્નના ફૂટેજ ફિલ્મમાં જોવા મળશે. ઘણી જગ્યાએ જૂની તસવીરો અને ફેમિલી વીડિયોઝના ફૂટેજ છે. અંજલિની સાથે કેટલુંક શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવ્યું છે. સૂત્રોની વાત માનીએ તો ફિલ્મના કેટલાંક ભાગોમાં સચિન પણ જોવા મળશે. તેને ઓછી અેક્ટિંગ સાથે રિયલ વાતચીત કરતો બતાવાયો છે. મુશ્કેલ મેચ પહેલાં સચિન શં કરતો હતો તેને પણ રિ-શૂટ કરાયું છે. તેના બા‌ળપણથી લઈને અત્યાર સુધીના ક્રિકેટના બેટનુ કલેક્શન, કિટ અને જર્સી પણ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મને થોડો ડ્રામેટિક ટચ આપવા મુશ્કેલ પળમાં સચિનનો સ્ટ્રેસ મંત્ર અને પોતાને ફોક્સ રાખવાની ટેકનિકને પણ શૂટ કરવામાં આવી છે. સચિનના ભાઈ પણ ક્લાઈમેક્સમાં જોવા મળશે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અક્ષય કુમારે કેમ મોદી સાથે કરી હતી મુલાકાત
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cricket god sachin met modi and briefed him on upcoming movie
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended