Home »National News »Desh» VHP And Bajrang Dal Worker Beaten Lovers But Police Acted Late

પ્રેમી કપલ્સને દોડાવી-દોડાવીને માર્યા, મોઢુ સંતાડી આમ ભાગી યુવતીઓ

divyabhaskar.com | Feb 16, 2017, 18:22 PM IST

  • વેલેન્ટાઈન ડે મનાવવું પ્રેમી કપલ્સને ભારે પડ્યું.
જમશેદપુરઃજુબિલી પાર્કમાં મંગળવારે વેલેન્ટાઈન ડે મનાવવું પ્રેમી કપલ્સને ભારે પડ્યું હતું. વિહિપ (વિશ્વ હિંદુ પરિષદ) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રેમી કપલ્સને ભગાવી તેમની ધોલાઈ કરી હતી. આ સંપૂર્ણ ઘટના પોલીસની નજરો સામે જ બની હતી. પોલીસે મોડે-મોડે સક્રિય થઈ આ કાર્યકરોને ભગાવ્યા હતા.
પાર્કમાં લાગતા રહ્યાં ‘જયશ્રી રામ’ના નારા...
 

- પાર્કમાં મોટી સંખ્યામાં વિહિપ અને બજરંગ દળના કાર્યકરો ‘જયશ્રી રામ‘ અને ‘શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ અમર રહે’ના નારા લગાવતા રહ્યાં.
- કાર્યકરોને જોતા પ્રેમી કપલ્સ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. આ કાર્યકરોએ પ્રેમી કપલ્સની ધોલાઈ કરી હતી.
- જ્યુબલી પાર્કમાં એક કલાક સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પોલીસે આ કાર્યકરોને પાર્કમાંથી ભગાવ્યા હતા.
- વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ અન્ય પાર્કમાં પણ પ્રેમીઓને માર માર્યો હતો. 
- જ્યુબલી પાર્કમાં એક બહેનના પ્રેમીને તેના ભાઈએ માર માર્યો હોવાની ઘટના પણ બની હતી. પોલીસ કપલ અને યુવતીના ભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
- પોલીસે પ્રેમી કપલને સમજાવ્યું કે, હાલ સ્ટુડન્ટ છો તો ભણતરને પ્રેમ કરો, જેથી કોઈ ઝઘડો નહીં થાય.
- પરિવારજનોના પોલીસ સ્ટેશને આવ્યા બાદ પોલીસે ત્રણેયને જવા દીધા હતા.
 
ભારતીય સંસ્કૃતિ બગાડવાના નામે કરી પ્રેમીઓની ધોલાઈ

- વિહિપના શહેર પ્રમુખ અરુણ સિંહે જણાવ્યું કે, પશ્ચિમી સભ્યતાના નામે જો કોઈ અમારી સંસ્કૃતિ બગાડશે તો તેની સાથે કેવો વ્યવહાર કરશે. વિહિપ શાંતિ અને સદભાવનું સમર્થક છે. જોકે અમે અશ્લીલતા સહન નહીં કરીએ.
- આ મામલે પોલીસ કોઈએ પણ મારા મારીની ફરિયાદ ન કરી હોવાની વાત કરી હતી. જો આ મામલે ફરિયાદ થશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: VHP And Bajrang Dal Worker Beaten Lovers But Police Acted Late
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext