Home »National News »Latest News »National» Country Leaders Unfurled Tricolor On 68th Republic Day

દેશભરમાં રાજ્યોના મુખ્યાલયો પર 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

divyabhaskar.com | Jan 26, 2017, 15:05 PM IST

  • બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર્સ પર ધ્વજ લહેરાવ્યો.
નવી દિલ્હી/ભોપાલ/રાઇપુર: આજે 68 મો પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે આખા દેશમાં આ રાષ્ટ્રીય દિવસની ઉજવણી થઇ રહી છે. જેમાં દેશના નેતાઓ પણ વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. જાણીએ આજે ભારતમાં ક્યાં ક્યાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.
 
કયા નેતાઓએ ક્યાં લહેરાવ્યો ત્રિરંગો
 
- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના હેડક્વાર્ટર્સમાં ધ્વજારોહણ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
- ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
- રાઇપુરમાં મુખ્યમંત્રી રમણસિંહે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેને સલામી આપી હતી.
- તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે પણ ચેન્નાઇમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
- ગૃહમંત્રી રાજનાથસિંહે પણ તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી. 
- બીજેપીના સિનિયર નેતા એલ. કે. અડવાણીૂએ પોતાના દિલ્હીના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવીને ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો.
- રાજ્યના ગૃહમંત્રી હંસરાજ આહીરે મહારાષ્ટ્રના ચંદ્રપુરની મદરેસા દર-ઉલ-ઉલૂમ ઘોશિયા રિઝવીયા પર ત્રિરંગો ફરકાવ્યો હતો.
- સપાના વરિષ્ઠ નેતાઓ એહમદ હસન અને નરેશ ઉત્તમે લખનઉના પાર્ટી હેડક્વાર્ટર્સ પર રાષ્ટ્રધવ્જ ફરકાવીને સલામી આપી હતી.
- ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત અને પાકિસ્તાનના સુરક્ષા કર્મચારીઓએ વાઘા બોર્ડરે મીઠાઇની વહેંચણી કરીને આ રાષ્ટ્રીય દિવસને ઉજવ્યો. 
- ભારત અને બાંગ્લાદેશની સરહદે પણ બંને દેશના સૈનિકોને મીઠાઇની આપ-લે કરીને ઉજવણી કરી હતી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ નેતાઓએ રાષ્ટ્રધ્વજને આપેલી સલામીની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Country leaders unfurled tricolor on 68th republic day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext