Home »National News »Latest News »National» Congress SP Alliance Is Declared In UP

યુપી: ગઠબંધનની જાહેરાત, સપા 298 -કોંગ્રેસ 105 બેઠકો પર લડશે ચૂંટણી

divyabhaskar.com | Jan 22, 2017, 19:11 PM IST

  • રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સપાના સ્ટેટ ચીફ નરેશ ઉત્તમની સાથે કોંગ્રેસના સ્ટેટ ચીફ રાજ બબ્બર.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં રવિવારે સાંજે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસ 105 બેઠકો પર અને સપા 298 બેઠકો પર ચૂંટણી લડશે. બંને પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરવામાં આવી. પહેલા કોંગ્રેસ સપાથી 110 થી 120 બેઠકો માંગી રહ્યું હતું.
 
રાજ બબ્બર અને નરેશ ઉત્તમે કરી ઘોષણા
 
- કોંગ્રેસ તરફથી રાજ બબ્બર અને સપા તરફથી નરેશ ઉત્તમે આ ગઠબંધનની જાહેરાત કરી.
- નરેશ ઉત્તમે કહ્યું, “ધર્મનિરપેક્ષતા માટે કોંગ્રેસ સાથે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. અમે વિકાસના પ્રવાહને આગળ વધારવા માંગીએ છીએ. અમે સાંપ્રદાયિક શક્તિઓ બીજેપી અને બસપાને હરાવવા માંટે એકસાથે જોડાયા છીએ.”
- “અમે 403 બેઠકો પર ચૂંટણી લડીશું. આ બેઠકોની વહેંચણી નથી. આ બંને પક્ષો તરફથી યુપીમાં એક નવી શરૂઆત છે.”
 
સોનિયાએ અખિલેશને કર્યો હતો ફોન
 
- શનિવારે આખા દિવસની ઊહાપોહ પછી મોડી સાંજે સોનિયા ગાંધીએ અખિલેશને ફોન કર્યો હતો.
- સપાના નેતા કિરણમય નંદાએ રવિવારે જણાવ્યું કે, “ગઠબંધનનો નિર્ણય થઇ ગયો છે. કોંગ્રેસ 105 બેઠકો પર ચૂંટણી લડશે. આ તમામ બેઠકો પર સપા પોતાના ઉમેદવારો નહીં ઉતારે.”
- સપાના પ્રવક્તા ભાટિયાએ જણાવ્યું, “એ વાત સાચી છે કે ગઠબંધન લગભગ નક્કી છે. કોંગ્રેસ તરફથી જ વાતચીત ચાલી રહી હતી. જેથી મતભેદો દૂર કરી શકાય.”
 
પ્રિયંકાએ પણ પ્રયત્નો કર્યા હતા
 
- કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે કહ્યું કે સપાની સાથે ગઠબંધન માટે પ્રિયકા ગાંધીએ પણ પ્રયત્નો કર્યા હતા.
- પ્રશાંત કિશોર અને અખિલેશ વચ્ચે મીટિંગ થઇ હોવાના સમાચાર પણ હતા.
 
ગઠબંધનને લઇને કેમ હતી આટલી બધી ગડમથલ?
 
1. 150 બેઠકોનું વચન આપીને 100 સુધી પહોંચ્યા અખિલેશ
 
 - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સપામાં વિવાદ દરમિયાન અખિલેશે કોંગ્રેસને 150 બેઠકો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ, સપા અને સાયકલ મળ્યા પછી મજબૂરીની વાત આગળ ધરીને 121 બેઠકો ઑફર કરી હતી.
- કોંગ્રેસ આ માટે રાજી થઇ તો અખિલેશ 100 પર પહોંચી ગયા. અખિલેશે કહ્યું કે નેતાજીના કેટલાક લોકોને એડજસ્ટ કરવાના છે.
- કેટલાક જૂના અને આઝમ ખાન જેવા નેતાઓ તરફથી બેઠકોની માંગણી આવી છે. પરિણામે તેઓ 100 થી વધુ બેઠકો નહી આપી શકે.
 
2. પોતાના ગઢમાં કોંગ્રેસને જોઇતી હતી બેઠક
 
- સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસ પોતાના ગઢ અમેઠી, રાયબરેલી અને સુલ્તાનપુર જિલ્લાઓની 15 બેઠકોની માંગણી કરી રહ્યું હતું.
- 2012 માં આ ત્રણ જિલ્લાઓમાં 15 બેઠકોમાંથી 12 ઉપર સપાની જીત થઇ હતી અને કોંગ્રેસને 2 બેઠકો તથા પીસ પાર્ટીને 1 બેઠક મળી હતી.
 
3. 5 વધુ બેઠકોની અખિલેશે કરી હતી ઑફર
 
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગઠબંધનને બચાવવા માટે પ્રિયંકા ગાંધીએ પોતાના વિશ્વાસુ ધીરજને 20 જાન્યુઆરીની મોડી રાતે દિલ્હીથી લખનઉ મોકલ્યો હતો.
- ધીરજ લખનઉની એક હોટલમાં રોકાયો હતો. તે ત્યાં ફક્ત અખિલેશ યાદવને મળ્યા ગયો હતો.
- સૂત્રો પ્રમાણે, અખિલેશે શનિવારે બપોરે ધીરજ સાથે વાત કરી અને સાથે બીજી 5 બેઠકો ઑફર કરી.
- ત્યારબાદ દિલ્હીમાં ગઠબંધન માટે રાહુલ અને સોનિયાએ યુપીના નેતાઓ સાથે મીટિંગ કરી.
 
4. સપાએ કીધું હતું- 80 થી 85 બેઠકો આપીશું
 
 - સપા નેતા કિરણમય નંદાએ શુક્રવારે દિલ્હીમાં કહ્યું હતું કે, “ગઠબંધન માટે અમે તૈયાર છીએ. જ્યાં અમે ચોથા ક્રમે છીએ ત્યાં કોંગ્રેસ લડશે.”
- “જોકે હજુ સુધી કોંગ્રેસ તરફથી હકારાત્મક જવાબ મળ્યો નથી. અમારો નારો, ‘નેતાજીનું નામ, અખિલેશનું કામ’ હશે.”
- “અમેઠીની બેઠક સપા પાસે જ રહેશે. અમે કોંગ્રેસને 84-85 બેઠકો આપી શકીશું.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Congress SP alliance is declared in UP
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext