Home »National News »Latest News »National» Congress Needs A Manage Not Me Said SM Krishna As Quits The Party

કોંગ્રેસને નેતા નહીં મેનેજર જોઈએ, તેમને મારી જરૂર નથી : એસએમ કૃષ્ણા

Agency, Bengaluru | Jan 30, 2017, 00:16 AM IST

  • કોંગ્રેસને નેતા નહીં મેનેજર જોઈએ, તેમને મારી જરૂર નથી : એસએમ કૃષ્ણા,  national news in gujarati
બેંગ્લુરુ:46 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા વિદેશમંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. પાર્ટીથી નારાજ કૃષ્ણાએ કહ્યું કે તેમને હવે નેતાઅ નહીં મેનેજરોની જરૂર છે. એટલા માટે મને લાગ્યું કે હવે તેમને મારી જરૂર નથી. તેમણે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની સૂચના આપી હતી.
 
શનિવારે રાજીનામાની સૂચના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કૃષ્ણાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કહ્યું કે તે પોતાનો નિર્ણય નહીં બદલે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન 2012માં વિદેશમંત્રી પદેથી હટાવાયાની પીડા પણ હવે સામે આવી છે. તેમણે કહ્યું કે પદેથી હટાવી દેવા બદલ મારી મર્યાદાને ધક્કો લાગ્યો હતો. ગત બે વર્ષોથી અજ્ઞાતવાસમાં રહેલા કૃષ્ણાએ કહ્યું કે તેમના માટે આત્મસન્માન વધારે જરૂરી છે.
 
પાર્ટી છોડ્યા બાદ મેં આગળ વિશે કઇં વિચાર્યુ નથી. રાહુલ ગાંધી સાથે વાતચીત મુદ્દે તેમણે કહ્યું કે હું પાર્ટી અધ્યક્ષને જાણું છું ,ઉપાધ્યક્ષ કે મહાસચિવને નહીં. કોંગ્રેસના ભાવિ અંગે તેમણે કહ્યું કે આ સવાલ તેમનાથી કરવો જોઈએ જે પાર્ટીમાં વધુ સક્રિય છે. તે 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે રહ્યા બાદ વિદેશમંત્રી પણ બન્યાં હતાં. જોકે 2012માં તેમને આ પદેથી હટાવી દેવાયા હતા.
 
મોદીને મળવા અંગે કહ્યું : હું ગાંડો નથી

આત્મસન્માન માટે કોંગ્રેસ છોડનારા કૃષ્ણાના આગામી પગલાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપમાં સામેલ થવા માટે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી તો તેના જવાબમાં તેમણે કહ્યું કે હું ગાંડો નથી. કૃષ્ણાએ કહ્યું કે પાર્ટી છોડવા મુદ્દે મેં મારી પત્ની સિવાય અન્ય કોઈ સાથે ચર્ચા કે સલાહ લીધી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress Needs A Manage not Me Said SM Krishna as Quits the Party
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended