Home »National News »Latest News »National» Cong SP Alliance Done In Up For Upcoming Assembly Election

UPમાં સપા, કોંગ્રેસનું ગઠબંધન; 105 સીટ પર ચૂંટણી લડશે કોંગ્રેસ

divyabhaskar.com | Jan 22, 2017, 11:12 AM IST

લખનઉ. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. અહેવાલ મુજબ કોંગ્રેસ 105 સીટ પર ચૂંટણી લડવા તૈયાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે શનિવારે દિવસભરની કવાયત બાદ સાંજે સોનિયા ગાંધીએ  અખિલેશને ફોન કર્યો હતો. રાહુલ અને પ્રિયંકા પણ આ માટે કોશિશ કરતાં હતા.
 
150 સીટનો વાયદો કરી 100 સુધી પહોંચ્યા અખિલેશ
 
-સૂત્રો મુજબ સપામાં વિવાદ વખતે અખિલેશે કોંગ્રેસને 150 સીટ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ સપા અને સાઈકલ મળ્યાની મજબૂરીનો ઉલ્લેખ કરી 121 સીટો ઓફર કરી હતી.
- કોંગ્રેસ તેના પર રાજી થઈ તો અખિલેશ 100 પર પહોંચી ગયો. અખિલેશે કહ્યું હતું કે નેતાજીના કેટલાક લોકો એડજસ્ટ કરવાના છે.
- આખરે 105 સીટ પર રાજી થયા છે.
 
ગઠબંધનની જાહેરાત વગર અખિલેશે જાહેર કર્યું  હતુ સપા કેન્ડિડેટ્સનું લિસ્ટ
 
- બીજી બાજુ શુક્રવારે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત પહેલા જ અખિલેશે 208 સપા કેન્ડિડેટ્સનું લિસ્ટ જાહેર કરી દીધું.
- આ લિસ્ટમાં 9 નામ એવા હતા, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો પહેલાંથી જ છે. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે આ કારણથી વાત વધારે વણસી જતાં ગઠબંધનની વાત અટકી પડી છે. 
 
કોંગ્રેસ પર કેમ ભડકી હતી સપા?
 
- સપા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે અખિલેશ યાદવ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી લખનઉ આવીને ગઠબંધનની જાહેરાત કરે અને જોઈન્ટ કેમ્પેનની શરૂઆત કરાવે.
- પરંતુ કોંગ્રેસે આને લઈ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન આપ્યો. આ ઉપરાંત ગુરુવારે 103 સીટો પર સહમત જોવા મળી રહી કોંગ્રેસે પોતાની માંગ વધારતાં શુક્રવારે 138 સીટો પર દાવો કર્યો.
- માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધનને લઈ સપાના ભડકવાનું આ પણ એક મોટું કારણ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cong SP alliance done in up for upcoming assembly election
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended