Home »National News »Latest News »National» Jat Agitation: Conflict Between People And Police At Hariyana

હરિયાણામાં જાટ આંદોલન: પહેલા દિવસે તંગદિલી છતાં શાંતિ; પોલીસ અને તંત્રે પીછેહઠ કરી

Bhaskar News Network, Palitana | Jan 30, 2017, 02:25 AM IST

  • હરિયાણામાં જાટ આંદોલન: પહેલા દિવસે તંગદિલી છતાં શાંતિ; પોલીસ અને તંત્રે પીછેહઠ કરી,  national news in gujarati
પાણીપત (હરિયાણા):હરિયાણામાં રવિવારે જાટોનું આંદોલન શરૂ થઇ ગયુ છે. 19 જિલ્લાઓમાં જાટોએ સાંકેતિક આંદોલન શરૂ કર્યુ છે. જોકે, પહેલા દિવસે અનેક જિલ્લાઓમાં ધરણા સ્થળ મુદ્દે તંત્ર, પોલીસ અને જાટો વચ્ચે વિવાદ થયો હતો. ચારથી પાંચ કલાક સુધી વિખવાદ રહ્યો હતો. બંને પક્ષ પોત-પોતાની વાતને વળગી રહ્યા હતા. જોકે, ક્યાંક જાટો પાછા હટ્યા તો ક્યાંક પોલીસ અને તંત્રે પીછેહઠ કરી. તે કારમે સાંજ સુધી તંગદિલી વચ્ચે ક્યાંય પણ અપ્રિય સ્થિતિ સર્જાઇ નહોતી.
 
આંદોલન દરમિયાન કોઇપણ વિપરિત સંજોગોનો સામનો કરવા માટે પોલીસ અને વહીવટી તંત્રના કર્મીઓ ઠેર-ઠેર સજ્જ રહ્યા હતા. અર્ધસૈનિક દળ અને લોકલ પોલીસના જવાનો સજ્જ રહ્યા હતા. ફરિદાબાદ જિલ્લામાં જાટોની બહુમતિ ધરાવતા ગામોના કેન્દ્ર ડીગ ગામમાં પોલીસ તંત્રે આંદોલન હેઠળ ધરણા પર બેસેલા જાટ નેતાઓની ધરપકડ કરવા માટેના પ્રયાસ કર્યા હતા. તે કારણે તંગદિલી વધી ગઇ હતી. સમિતિના પ્રવક્તા કૃષ્ણલાલ હુડ્ડાએ રોહતક-પાણીપત રોડ સ્થિત જસિયા ગામમાં ચાલી રહેલા ધરણામાં મંચ પરથી જાહેરાત કરી દેવાઇ હતી કે જો ફરિદાબાદમાં પકડાયેલા જાટ નેતાઓને એક કલાકમાં નહીં છોડાય તો એનએચ-71ને જામ કરી દેવામાં આવશે. પોલીસે તાકીદે નેતાઓને મુક્ત કરી દીધા હતા.
 
ચોકી હટી, જાટ ધરણા પર
 
કૈથલ જિલ્લાના દેવબન કૈંચી ક્ષેત્રમાં જાટ સમાજના લોકોએ ચોકીને હટાવીને મહિલાઓ સહિત ધરણા શૅૂ કર્યા. જગ્યા માટે પાંચ કલાકના ડ્રામા બાદ તંત્રના અધિકારીઓએ મૌખિક મંજૂરી આપી હતી. દેવબનમાં 19 કલાક સુધી પોલીસ ચોકી રહી હતી. અહીં શનિવારે સાંજે છ વાગે સબ ઇન્સ્પેક્ટર ઓમપ્રકાશને ઇન્ચાર્જ બનાવીને ચોકીની રચના કરાઇ હતી.
 
હિસારમાં રેલવે ટ્રેક પાસે ધરણા
 
હિસારમાં જાટ રેલવે ટ્રેક પાસે ધરણા આપવા માગતા હતા. તંત્રે મંજૂરી નહોતી આપી. ચાર કલાકની માથાકુટ બાદ હિસાર-રેવાડી રેલવે ટ્રેક પાસે ગામ રામાયણ-ઢંઢેરી ફાટક પર મંજૂરી આપવામાં આવી હતી. તે બાદ અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ થયા હતા.

રેલવે ટ્રેક પર 200 જવાન ખડકાયા
 
જાટ અનામત આંદોલનને જોતા રેલવે સ્ટેશનની સુરક્ષા અને રેલવે ટ્રેકપર સુરક્ષા માટે ‌વધારાના કર્મીઓની નિમણૂક કરવામાં આવી હતી. તે ઉપરાંત રેલવે ટ્રેક પર નજર રાખવા માટે અલગથી પેટ્રોલિંગ ટીમ બનાવાઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jat Agitation: Conflict Between People and Police at Hariyana
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended