Home »National News »Desh» 5 Day Working System And All Product At Free Of Cost For Employees

અંદરથી આવું દેખાય છે Coca Cola ઈન્ડિયાનું હેડક્વાર્ટર, જુઓ તસવીરો

divyabhaskar.com | Mar 18, 2017, 10:43 AM IST

  • 2015માં કોકે ગુડગાંવમાં ઓફિસનો પ્રારંભ કર્યો હતો.
ગુડગાંવઃ વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપની કોકા કોલા ગુડગાંવ ઓફિસના વૈભવી ઈન્ટિરિયરને કારણે ચર્ચામાં છે. આ કંપનીનું 130 વર્ષનો ભવ્ય ઈતિહાસની સાથે ભારતીય બજાર સાથે જુનો સંબંધ રહેલો છે. કંપનીની આ ઓફિસ અગાઉ ઉદ્યોગ વિહારમાં હતી.
 
આવી છે કંપનીની ઓફિસ

- કોકા કોલાનું આ ઓફિસ 2 ફ્લોરના 46 હજાર વર્ગફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં અંદાજે 50 ટકા વિસ્તાર ઓપન સ્પેસ તરીકે રાખવામાં આવ્યો છે.
- ઓપન સ્પેસ રાખવા પાછળ કર્મચારીઓને ખુલ્લું વાતાવરણ મળે અને તેઓ સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે તે કારણ છે.
- કંપનીનું અટલાંટા અને ગુડગાંવ સ્થિત હેડક્વાર્ટરમાં સમાનતા દાખવવા માટે તમામ મિટિંગ રૂમને નામ યુએસ ઓફિસ અનુસાર આપવામાં આવ્યા છે.
- આ ઓફિસમાં 5 દિવસ વર્કિંગ સિસ્ટમ છે, અહીં કામ કરતા 250 કર્મચારીઓ સવારે 8.30 થી 5.30 સુધીમાં કામ કરે છે. જેથી તેમને ટ્રાફિકનો સામનો ન કરવો પડે છે.
- અહીં કામ કરતા કર્મચારીઓ માટે કોકના તમામ પ્રોડક્ટ્સ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે.
મુંબઈમાં હતી પ્રથમ ઓફિસ...
- કોક 1950માં ભારત આવ્યું. તે સમયે તેનું હેડ ઓફિસ મુંબઈમાં હતું. જે પછી 1977માં અમુક કારણે કોકે તેને બંધ કરી.
- 1993માં કોક ભારતમાં પુનરાગમન કરતા મુંબઈમાં ઓફિસ ખોલી અને પછી તેને દિલ્હી શિફ્ટ કરી હતી.
- 2015માં કોકે ગુડગાંવમાં ઓફિસનો પ્રારંભ કર્યો હતો. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ કોકની આ ઓફિસની તસવીરો..........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Day Working System And All Product At Free Of Cost For Employees
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended