Home »National News »Latest News »National» Tamil Nadu Chief Minister O Paneerselvam Said He Was Forced To Resign From The Post

ચેન્નઇ: શશિકલા સામે પન્નીરસેલ્વમનો ખુલ્લો બળવો, AIADMKએ ખજાનચીપદેથી હટાવ્યા

Agency, Chennai | Feb 08, 2017, 08:04 AM IST

  • જયલલિતાની સમાધિ પર પત્રકારો સાથે વાતચીત કરી રહેલા પન્નીરસેલ્વમ
ચેન્નઇ:તમિલનાડુમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં મંગળવારે નવો વળાંક આવ્યો. વિદાયમાન મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે એડીએમકેના વડા વીકે શશિકલા સામે ખુલ્લેઆમ બળવો પોકારતાં કહ્યું કે મુખ્યમંત્રી પદ છોડવા તેમના પર દબાણ કરાયું હતું. બાદમાં શશિકલાએ તેમને AIADMKના ખજાનચી પદેથી દૂર કર્યાં હતાં. 
 
AIADMKના ખજાનચીપદેથી પન્નીરસેલ્વમની હકાલપટ્ટી
જયલલિતાની સમાધિ પર પન્નીરસેલ્વમે પત્રકારો સાથે વાતચીત બાદ શશિકલાએ ચેન્નાઈના પોએસ ગાર્ડન ખાતે પાર્ટીના ઉચ્ચ નેતાઓની એક બેઠક બોલાવી હતી. જેમાં પન્નીરસેલ્વમને AIADMKના ખજાનચીપદેથી હટાવવાનો નિર્ણયલેવામાં આવ્યો હતો. જયા ટીવી દ્વારા પન્નીરસેલ્વમની પત્રકારો સાથેની વાતચીત કે સમાધિસ્થળની મુલાકાતનું પ્રસારણ કરવામાં આવ્યું  ન હતું. 
 
મંગળવારે રાત્રે જયલલિતાની સમાધિ પર બેઠા પન્નીરસેલ્વમ
 
પક્ષના કાર્યકરો અને જનતા ઇચ્છે તો હું રાજીનામું પાછું ખેંચીશ. પન્નીરસેલ્વમ મંગળવારે રાત્રે 9 વાગ્યે જયલલિતાની સમાધિ પર પહોંચીને અંજલી આપ્યા બાદ અંદાજે 40 મિનિટ સુધી ધ્યાનમુદ્રામાં બેઠા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે જયલલિતાના આત્માએ મને એડીએમકેના કાર્યકરો સમક્ષ સત્ય રજૂ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું છે. મને મુખ્યમંત્રી પદ સોંપાયા પછી પણ મારું સતત અપમાન કરાતું હતું. હું જનતાને આ હકીકતો જણાવી રહ્યો છું અને મારો સંઘર્ષ ચાલુ રાખીશ.
 
પન્નીરસેલ્વમને 50 ધારાસભ્યોનો ટેકો 
 
પન્નીરસેલ્વમે ઉમેર્યું કે જયલલિતા અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેમણે મને પક્ષ અને સરકાર બચાવવા વિનંતી કરતા કહ્યું કે મારે સુકાન સંભાળી લેવું. પન્નીરના રાજીનામા પછી શશિકલા વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા હતા. પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, જો પાર્ટીના ધારાસભ્યો, પ્રધાનો અને જનતા ઈચ્છશે તો તેઓ ફરી મુખ્યપ્રધાન બનવા તૈયાર છે. પન્નીરસેલ્વમ સાથે લગભગ 50 ધારાસભ્યોનો દાવો તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોકે, AIADMKથી અલગ થવા માટે તેમને 90 ધારાસભ્યોના સમર્થનની જરૂર રહેશે.  
 
પક્ષે ચૂંટેલા CMને શપથ અપાવવા રાજ્યપાલ બંધાયેલા : અન્નાદ્રમુક
 
અગાઉ મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુના રાજ્યપાલનો પણ કાર્યભાર સંભાળતા સી. વિદ્યાસાગર રાવ સોમવારે રાત્રે દિલ્હીથી ચેન્નાઇ ન પહોંચતા વી. કે. શશિકલા મંગળવારે સીએમ પદના શપથ લઇ શક્યાં નહોતાં. 
 
એડીએમકે દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે શાસક પક્ષ દ્વારા ચૂંટાયેલા સીએમને શપથ લેવડાવવા રાજ્યપાલ બંધારણીય રીતે બંધાયેલા છે. પક્ષના પ્રવક્તા પનરુતિ એસ. રામચંદ્રનનું આ નિવેદન એ સમાચાર બાદ આવ્યું જેમાં એમ કહેવાયું હતું કે શશિકલાને શપથ લેવડાવવા મુદ્દે રાજ્યપાલ કાનૂની સલાહ લઇ રહ્યા છે. નોંધનીય છે કે આવકથી વધુ સંપત્તિ મામલે સુપ્રીમકોર્ટે ટૂંક સમયમાં ચુકાદાનો સંકેત આપ્યો છે. ત્યારથી જ શપથગ્રહણ અંગે અટકળો થઇ રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tamil Nadu chief minister O Paneerselvam said he was forced to resign from the post
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended