Home »National News »Latest News »National» Closest To Subhashchandra Bose Nizamuddin Died At 117

સુભાષચંદ્ર બોઝની નજીક રહેલા કર્નલ નિઝામુદ્દીનનું 117 વર્ષની વયે નિધન

divyabhaskar.com | Feb 06, 2017, 12:55 PM IST

  • 117 વર્ષના નિઝામુદ્દીન નેતાજીના ડ્રાઇવર હતા. (ફાઇલ)
આઝમગઢ (યુપી): આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય તેવા નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે. તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા.
 
116 વર્ષની ઉંમરે ખોલાવ્યું હતું બેન્ક અકાઉન્ટ
 
- નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. તેમના નાના દીકરા અકરમે divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે સવારે 4 વાગે તેમનું નિધન થયું. બપોરે લગભગ 2 વાગે તેમની સુપુર્દ-એ-ખાક વિધિ કરવામાં આવશે.
- આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે.
- અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો.
- બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
 
દીકરાએ કરેલું દર્દનું વર્ણન
 
- દીકરા અકરમે જણાવેલું કે તેમણે તેમના પિતાને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીની માન્યતા અપાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ, કોઇ સુનાવણી થઇ નહી.
- ઉંમરના છેલ્લા પડાવમાં ન તો રાજ્ય સરકાર અને ન તો કેન્દ્ર સરકારે આ બાબતે કોઇ ધ્યાન આપ્યું. હવે તેમના પિતા અને માતાએ જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું.
- ડીએમએ આશ્વાસન આપેલું કે તેઓ સરકારને કર્નલના પેન્શન માટે વાત કરશે.
- અકરમે જણાવ્યું હતું કે જ્યારે તેઓ અકાઉન્ટ ખોલાવવા માટે ગયા તો લોકોને ખૂબ આશ્ચર્ય થયેલું કે આ ઉંમરમાં એકસાથે બેઉનું ખાતું ખુલે એવું કદાચ દુનિયામાં પહેલીવાર થયું હશે.
 
નિઝામુદ્દીને શેર કરેલી નેતાજી સાથે સંકળાયેલી હકીકતો
 
- નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુને લઇને નિઝામુદ્દીને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો શેર કરી હતી.
- તેમણે જણાવ્યું હતું કે તેઓ આજે પણ નેતાજીની વાત કરતી વખતે ગર્વ અનુભવે છે.
- તેમના પ્રમાણે, બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લીવાર હોડી પર છોડ્યા હતા. ત્યારબાદ આજ સુધી નેતાજી સાથે તેમની મુલાકાત થઇ નથી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Closest to Subhashchandra Bose Nizamuddin died at 117
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext