Home »National News »Latest News »National» After 1971 Indo-Pak War, US Thought India Will Capture PoK: CIA

1971ના યુદ્ધ બાદ ભારત PoK પર કબજો કરવાનું હતું - CIA રિપોર્ટમાં ખુલાસો

divyabhaskar.com | Jan 28, 2017, 08:56 AM IST

  • 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની આર્મી કમાન્ડર જનરલ એ કે નિયાજીએ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાની સામે સરેન્ડર પેપર્સ પર સહી કરી હતી. (ફાઈલ)
નવી દિલ્હી. 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ નવા દેશ તરીકે ઉભર્યો હતો. આ દરમિયાન અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએને આશંકા હતી કે ભારત પાકિસ્તાન ઓક્યૂપાઈડ કાશ્મીર (PoK) પર કબજો કરી શકે છે. સીઆઈએ દ્વારા જાહેર કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં આ વાતનો ખુલાસો થયો છે. સીઆઈએ રિપોર્ટમાં આશંકા જાહેર કરવામાં આવી હતી કે ત્યારના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી PoK પર હુમલો કરવાનો ઓર્ડર આપી શકે છે.
 
સીઆઈએના રિપોર્ટ્સમાં વધુ શું ખુલાસા કરવામાં આવ્યા છે?
 
- બાંગ્લાદેશ યુદ્ધ સમયે વોશિંગટનમાં એક હાઈલેવલ મીટિંગ થઈ હતી. ત્યારે અમેરિકામાં રિચર્ડ નિક્સન રાષ્ટ્રપતિ હતા. તેમના સિક્યુરિટી એડવાઈઝર હેનરી કિસિંજરે અધિકારીઓની સાથે મીટિંગમાં ભારતના એગ્રેસિવ ઓપરેશન પર ચર્ચા કરી હતી.
- કિસિંજરની મીટિંગમાં એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો હતો કે જો ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધુ વધે છે અને ભારત પૂર્વ પાકિસ્તાનમાં આર્મી ઓપરેશન ચાલુ રાખે છે તો શું કરવું જોઈએ.
 
યુદ્ધ ન કરવા અમેરિકાએ ભારતને આપી હતી ધમકી!
 
- યૂએસની ટોપ લીડરશીપ અને બ્યૂરોક્રેસીને આશંકા હતી કે ભારત પાકિસ્તાન પાઠ ભણાવવા માટે વેસ્ટ પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં હુમલો કરી શકે છે.
- પરિસ્થિત પર નજર રાખવા માટે યૂએસે એક સ્પેશલ એક્શન ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપની મીટિંગમાં ત્યારના સીઆઈએ ડાયરેક્ટર રિચર્ડ હોમ્સે કહ્યું હતું કે- એવા પ્રકારના ઈનપુટ છે કે ખરાબ થતી પરિસ્થિતિમાંથી બહાર આવવા ઈન્દિરા ગાંધી પાકિસ્તાનના હથિયારો અને એરફોર્સને નષ્ટ કરવાનો ઓર્ડર પોતાની સેનાને આપી શકે છે.  
- સીઆઈએના લાખો ડોક્યુમેન્ટ્સ ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી જ આ જાણકારી સામે આવી છે.
- દસ્તાવેજો મુજબ, નિક્સને ભારતને આર્થિક મદદ ઓછી કરવાની ધમકી પણ આપી હતી. જોકે, યૂએસને એ સમજ નહોતી પડતી કે આર્થિક મદદ ઓછી કેવી રીતે કરી શકાય? નિક્સન અને ફોરેન મિનિસ્ટર બંનેએ ભારતને ધમકી આપી હતી કે જો યુદ્ધ થયું તો મદદ ઓછી કરી દેવામાં આવશે.
- કિસિંજરે તો પૂછ્યું પણ હતું કે મદદ કેવી રીતે ઓછી કરવામાં આવશે.
 
સીઆઈએ સાથે નારાજગી

- આ દરમિયાન કિસિંજરે સીઆઈએ માટે પોતાની નારાજગી પણ જાહેર કરી હતી.
- મૂળે, કિસિંજર એ વાતથી નારાજ હતા કે સીઆઈએની પાસે ચીન, ભારત અને પાકિસ્તાનના ઈરાદાઓને લઈને કોઈ પ્રમાણભૂત જાણકારી કેમ નથી?
- દસ્તાવેજો મુજબ, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવા માટે કિસિંજર સોવિયત સંઘ (હવે રશિયા) અને ચીનની પણ મદદ લેવા માંગતા હતા.
 
આગળની સ્લાઈડમાં વાંચો, રાજીવ ગાંધી સરકારે 1985માં કરી હતી હાઈડ્રોજન બોમ્બ ટેસ્ટ કરવાની તૈયારી - CIA
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: After 1971 Indo-Pak war, US thought India will capture PoK: CIA
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended