Home »National News »Latest News »National» Cia Report On 1962 India China War

1962ના યુદ્ધ બાદ ભારત પર ચીનના ફરી હુમલાનો ખતરો હતોઃ CIAનો રિપોર્ટ

divyabhaskar.com | Jan 27, 2017, 12:02 PM IST

  • ચીન ભારત પર એરફોર્સથી પણ હુમલાની રણનીતિ બનાવી શકે છે (ફાઈલ)
નવી દિલ્હી. અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 9162ના યુદ્ધ બાદ ચીન ભારત પર ફરી હુમલો કરી શકત. આ હુમલો તિબેટ, મ્યાંમાર કે નેપાળ-ભૂટાનના માર્ગેથી કરવામાં આવત.
 
ગુપ્તચર એજન્સીએ કહ્યું, પડોશી દેશો પર હુમલો કરી શકે છે ચીન
 
-1963થી અમેરિકાના ઈન્ટેલિજન્સ ઓફિશિયલ્સ ચીનના ભારત પ્રત્યેના વલણ અંગે સ્ટડી કરી રહ્યા છે.
- તાજેતરમાં જ કેટલાંક ડિક્લાસિફાઈ ડોક્યુમેંટ્સ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ની વેબસાઈટ પર લોડ કરવામાં આવ્યા છે.
- ગત મહિનામાં સીઆઈએ, ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી (ડીઆઈએ) અને યુએસ ઈન્ટેલિજન્સ બોર્ડ (USIB)એ અનેક અસેસમેન્ટ કર્યા. જે મુજબ ચીન પોતાના પડોશી દેશો પર હુમલો કરી શકે છે.
 
શું કહે છે ડીઆઈએ ડોક્યુમેન્ટ્સ?
 
- 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધના 6 મહિનાની અંદર જ ડીઆઈએ દ્વારા ‘ધ ચાઈનીઝ કમ્યુનિસ્ટ ગ્રાઉન્ડ થ્રેટ ટુ ઈન્ડિયા’ નામથી રિપોર્ટ બનાવાયો હતો.
- તેમાં ચીનથી નેપાળ-ભૂટાન અને આસામમાં નોર્થ-ઈસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી (NEFA)ના માર્ગે લદ્દાખમાં એટેક કરવાની વાત કરવામાં આવી હતી.
- રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે ચીન લેહ, જોશીમઢનો ઉત્તર ભાગ, નેપાળ, NEFA અને નોર્થ આસામમાં કબજો કરી શકે છે.
 
મ્યાન્માર નહીં કરે ચીનનો વિરોધ
 
- 1963ના સીઆઈએ તથા યુએસઆઈબીના મેમોરંડમમાં કહેવામાં આવ્યું છે કે બર્મા (હવે મ્યાન્માર) સરકાર ભારત પર હુમલો કરવા જઈ રહેલી ચીની સેનાનો વિરોધ નહીં કરે. પરંતુ તેમને ટ્રાન્સપોર્ટેશન અને હવાઈ પટ્ટી ઉપલબ્ધ કરશે.
- બર્માથી ચીન બે માર્ગેથી ભારત પર હુમલો કરશે. જેમાંથી એક માર્ગ લેડો થઈને કુનમિંગ-ડિબ્રૂગઢ રોડ અને બીજો માંડલે-ઈમ્ફાલ થઈને કુનમિંગ-તેજપુર રોડ.
- 1962 યુદ્ધના એક વર્ષ બાદ સીઆઈએના ડેપ્યુટી ડાયરેક્ટર રે ક્લાઈને તત્કાલિન પ્રેસિડેન્ટ જે એફ કેનેડીના સ્પેશિયલ આસિસ્ટન્ટ મેકજોર્જ બુંડીને જણાવ્યું હતું કે, ચીનની ભારતીય સીમા પર હુમલાના અનેક કારણો છે.
- બુંડીએ લખ્યું હતું કે, ચીન એક લાખ 20 હજાર સૈનિકો સાથે ભારત પર હુમલો કરી શકે છે. આ માટે તે વોર્નિંગ આપશે અથવા બિલકુલ પણ ખબર નહીં પડવા દે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Cia report on 1962 india china war
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext