Home »National News »Latest News »National» CIA Had Detailed Brief On Rajiv Gandhi Assassination 5 Years Before He Was Killed

CIAએ 5 વર્ષ પહેલા જ રાજીવ ગાંધીની હત્યાની શંકા વ્યક્ત કરી હતી, રિપોર્ટ જાહેર

Agency, New Delhi | Jan 30, 2017, 00:12 AM IST

  • CIAએ 5 વર્ષ પહેલા જ રાજીવ ગાંધીની હત્યાની શંકા વ્યક્ત કરી હતી, રિપોર્ટ જાહેર,  national news in gujarati
નવી દિલ્હી:અમેરિકન જાસૂસી એજન્સી સીઆઈએએ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની આશંકા પાંચ વર્ષ પહેલા જ વ્યક્ત કરી દીધી હતી. તાજેતરમાં જ જાહેર થયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજીવ ગાંધીની હત્યા 21 મે, 1991ના રોજ શ્રીપેરેમ્બુદુરમાં થઇ હતી જ્યારે સીઆઈએનો રિપોર્ટ માર્ચ 1986માં ફાઇલ કરાયો હતો. ‘ઇન્ડિયા આફ્ટર રાજીવ’ શીર્ષક સાથેના આ 23 પાનાના રિપોર્ટનો કેટલોક ભાગ ગાયબ થઇ ગયો છે.
 
રિપોર્ટમાં કહેવાયુ છે કે કાર્યકાળના અંતે રાજીવ ગાંધી પર હુમલો થઇ શકે છે જેમાં તેમની હત્યા પણ થઇ શકે છે. આ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં આવીને હોદ્દા પરથી રાજીનામું પણ ધરી શકે છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે કાશ્મીરી મુસ્લિમ કે શીખ હુમલાખોરોનાં હાથે હત્યા બાદ તોફાન થઇ શકે છે. જોકે રાજીવ ગાંધીની હત્યા તમિલ ઉગ્રવાદીઓએ કરી હતી. તેમની હત્યા બાદ ભારત અને અમેરિકા અને રશિયા સાથે સંબંધોની પણ સમીક્ષા કરાઇ હતી. રિપોર્ટમાં કહેવાયું હતું કે રાજીવ ગાંધી કે પીવી નરસિંહરાવ તેમના અનુગામી બની શકે છે. 1991માં નરસિંહરાવ કોંગ્રેસ સરકારના સુકાની બન્યા હતા.
 
હકે રિગનને વચન આપ્યું હતું, પાક. પરમાણુ બોમ્બ નહીં બનાવે
 
સીઆઈએના એક અન્ય દસ્તાવેજમાં કહેવાયું છે કે 1982માં તત્કાલિન પાકિસ્તાની શાસક જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાન પરમાણુ બોમ્બ નહીં બનાવે, અમેરિકા પાકિસ્તાન પાસેથી પરમાણુ ટેક્નીક લીક થવા અંગે ચિંતિ હતું. ઝિયા ઉલ હકે રોનાલ્ડ રીગનને આશ્વાસન આપ્યું હતું કે પાકિસ્તાન પાસેથી પરમાણુ ટેક્નીક ખોટા હાથમાં નહીં જાય. તેમના અનુસાર ટેક્નીકનો ઉપયોગ પાકિસ્તાન વિકાસ માટે કરશે. બોમ્બ બનાવવા માટે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CIA had detailed brief on Rajiv Gandhi assassination 5 years before he was killed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended