Home »National News »Latest News »National» CIA Archive, JRD Felt Gandhi Was Crooked, Patel Corrupt

અંગ્રેજોના મોઢે JRD ટાટાએ ગાંધીજીને વિકત-પાગલ કહી ભાંડ્યા'તા- CIA

divyabhaskar.com | Jan 30, 2017, 13:35 PM IST

  • જેઆરડી ટાટા. તેમણે આઝાદી પહેલા એરલાઈન્સ સેક્ટરના ખાનગીકરણની આગાહી કરી હતી.
નેશનલ ડેસ્ક: તા. 30મી જાન્યુઆરીના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે CIAના દસ્તાવેજોમાં ઉદ્યોગપતિ JRD ટાટાનો ગાંધીજી અંગેનો ઉતરતો અભિપ્રાય બહાર આવ્યો છે. 1947માં JRD લંડનમાં અંગ્રેજ ઉદ્યોગપતિઓને મળ્યા હતા, ત્યારે તેમણે આ વાત કરી હતી. ઉપરાંત JRDના મતે વલ્લભભાઈ પટેલ હાડોહાડ ભ્રષ્ટ હતા. તેમના મતે કોંગ્રેસમાં માત્ર જવહારલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ જ પ્રમાણિક હતા. 

શું છે CIAના દસ્તાવેજમાં?

અમેરિકાની ગુપ્તચર જાસૂસી સંસ્થા CIA (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી) દ્વારા તા. 6 ફેબ્રુઆરી 1947ના બે પેઈજનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટ કયા દેશમાંથી મોકલવામાં આવ્યો હતો તથા કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેવી વિગતો ઢાંકી દેવામાં આવી છે. પરંતુ, આ રિપોર્ટ ભારત સંબંધિત છે તેવી નોંધ મૂકવામાં આવી છે. જ્યારે વિષયમાં 'ભારતીય ઉદ્યોગપતિ ટાટા દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય' એવું નોંધવામાં આવ્યું છે. સમગ્ર રિપોર્ટમાં ટાટાનું આખું નામ નથી જણાવવામાં આવ્યું. પરંતુ કાર્યકાળ જોતા, આ રિપોર્ટ JRD ટાટાના સંદર્ભમાં છે તેમ કહી શકાય.  

જયપ્રકાશ નારાયણને કારણે કોંગ્રેસનું વિભાજન

રિપોર્ટ પ્રમાણે, JRD ટાટાએ શક્યતા વ્યક્ત કરી હતી કે, જયપ્રકાશ નારાયણને કારણે કોંગ્રેસમાં વિભાજન થશે. કારણ કે, જયપ્રકાશ સોશિયાલિસ્ટ વિચારસરણી ધરાવે છે અને જનતામાં લોકપ્રિય છે. 1952માં સોશિયાલિસ્ટ વિચારસરણી ધરાવતાં કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડીને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી. ગુજરાતમાં નવનિર્માણના આંદોલનના તેઓ પ્રણેતા હતા. 1979માં તેમના માર્ગદર્શનમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર બની હતી. 
 
JRD ટાટાના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ તથા નેહરુ અંગે અભિપ્રાયો જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: CIA archive, JRD felt Gandhi was crooked, Patel corrupt
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext