Home »National News »Latest News »National» Dantewada: World Famous Ganesh Idol Situated At 1500 Ft Hill Refuted

છત્તીસગઢઃ 1500 ફુટની ઊંચાઈ પર હજાર વર્ષથી સ્થાપિત ગણેશ પ્રતિમા ખીણમાં પડી

divyabhaskar.com | Jan 27, 2017, 17:48 PM IST

  • ગ્રામીણોએ બે દિવસ પહેલા હેલિકોપ્ટરે ચક્કર માર્યા હોવાની વાત જણાવી. તેના દ્વારા પ્રતિમા ચોરી કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
દંતેવાડા. દંતેવાડાની ઢોલકલ પહાડી પર સ્થિત દુનિયાભરમાં પ્રચલિત ગણેશ પ્રતિમા ખીણમાં પડીને ખંડિત થઈ ગઈ છે. પોતાની જગ્યા પર ન દેખાતા પ્રતિમાની ચોરી થવાની અફવા ફેલાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું હતું કે પ્રતિમાની હેલિકોપ્ટર દ્વારા ચોરી કરવામાં આવી છે. બાદમાં એસપી અને જિલ્લા વહિવટીતંત્રે ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમા પડી ગઈ હોવાની પુષ્ટિ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, એક હજાર વર્ષ પહેલા નાગવંશી રાજાઓએ આ પ્રતિમા 1500 ફુટની ઊંચાઈએ સ્થાપિત કરી હતી.  
 
આવી રીતે સામે આવ્યો મામલો
 
- 26 જાન્યુઆરીના રોજ જગદલપુરથી 20 લોકો ગણેશજીના દર્શન કરવા ગયા હતા.
- ત્યાં તેઓને મૂર્તિ પોતાના સ્થળે ન મળી. તેઓએ પહાડી પરથી નીચે ઉતરીને ઢોલકલ ગામના લોકોને પૂછ્યું. ગામ લોકોએ પણ આ બાબતથી અજાણ હતા.
- ગ્રામીણોએ બે દિવસ પહેલા હેલિકોપ્ટરે ચક્કર માર્યાની વાત જણાવી જેના કારણે પહાડી પરથી જ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
 
પથ્થરમાં ક્રેક પડતા પડી ગઈ પ્રતિમા
 
- વિસ્તારમાં પ્રતિમાની ચોરી થવાની અફવા ફેલાઈ ગયા બાદ કલેક્ટર સૌરભ કુમાર, એસપી કમલલોચન કશ્યપ અને જિલ્લા પ્રશાસનના સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા તો ખીણમાં પ્રતિમા પડી હોવાની પુષ્ટિ થઈ. પ્રતિમાને ડ્રોન કેમેરાથી શોધી શકાઈ.
- પ્રતિમા પડી અને કેટલી હદે ખંડિત થઈ છે એ અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.
- સીનિયર આર્કિઑલજિસ્ટ અને સ્ટેટ આર્કિઓલોજીના એડવાઈઝર ડો. અરુણ કુમાર શર્મા મુજબ, પથ્થરમાં ક્રેક હોવાના કારણે મૂર્તિ પડી ગઈ હશે.
 
પ્રતિમાનું આગવું મહત્વ કેમ છે?
 
- 6 ફુટ ઊંચી આ પ્રતિમા બનાવટની દ્રષ્ટિએ અનોખી અને કળાત્મક છે.
- ગણપતિની આ પ્રતિમામાં ઉપરના જમણા હાથમાં ફરસી, ઉપરના ડાબા હાથમાં તૂટેલો એક દાંત, નીચેના જમણા હાથમાં અભદ્ર મુદ્રામાં અક્ષમાળા છે. ડાબા હાથમાં મોદક છે.
- આર્કિઑલજિસ્ટ મુજબ આ પ્રકારની પ્રતિમા બસ્તર વિસ્તારમાં બીજે ક્યાંય નથી જોવા મળતી.
- પ્રતિમાના હાથમાં ફરસી હોવાના કારણે તેને દંતેવાડાના ક્ષેત્રરક્ષક માનવામાં આવે છે.  
 
નાગવંશી રાજાઓએ પ્રતિમાનું કર્યું હતું સ્થાપન
 
- આ પ્રતિમાની સ્થાપના અત્યારથી લગભગ એક હજાર વર્ષ પહેલા છિંદક રાજવંશના નાગવંશી રાજાઓએ કર્યું હતું.
- પ્રતિમામાં ગણપતિના પેટ પર નાગ કંડારવામાં આવ્યો છે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dantewada: World famous ganesh idol situated at 1500 ft hill refuted
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext