Home »National News »Desh» Chemist Killed His Wife And Then Commit Suicide

પત્નીના ખુલા વિચારો અને ડ્રેસિંગથી પતિને હતો વાંધો, અંતે કર્યું મર્ડર

divyabhaskar.com | Apr 20, 2017, 12:25 PM IST

આગરા: અહીં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી હતી. પત્નીનું મર્ડર કર્યા પછી તેણે ખૂબ દારૂ પીધો હતો અને તે પછી જ્યારે તે પત્નીની લાશ ઠેકાણે ના પાડી શક્યો ત્યારે તેણે પણ પોતાની જાતને ફાંસી લગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પત્નીના ઓપન માઈન્ડ વિચારો અને ડ્રેસિંસ સેન્સના કારણે પતિ સતત તેનો વિરોધ કરતો રહેતો હતો. આ કારણથી જ બંને વચ્ચે ખૂબ ઝઘડા પણ થતા હતા. ઘટના સ્થળેથી એખ સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
 
સુસાઈડ નોટમાં લખ્યું છે- હું આ જિંદગીથી કંટાળી ગયો છું...
 
- ઘટના આગરા શહેરના લોહામંડી વિસ્તારના જયપુર હાઉસનો છે. અહીં ડૉ. વીકે રાજપાલનું નર્સિંગ હોમ છે. તેમનો નાનો ભાઈ સુનીલ અને તેમની પત્ની અંશુ હોસ્પિટલના ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા.
- સોમવારે રાત્રે 8 વાગે વીકે રાજપાલ સુનીલના રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે સુનીલને ફાંસીના ફંદા પર લટકતો જોયો હતો. ત્યારપછી તેમણે આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. 
- સુસાઈડ નોટમાં સુનીલે લખ્યું હતું કે, મે મારી પત્ની અંશુનું 17 એપ્રિલ 2017ના રોજ સવારે 10.30 હત્યા કરી દીધી છે. તેની હત્યાનો જવાબદાર હું છું. હવે હું પણ સુસાઈડ કરવા જઈ રહ્યો છું. હું આ જીવનથી કંટાળી ગયો છું. મે મારા બેડરૂમમાં અંશુની હત્યા કરી હતી. તેની લાશ બાજુના રૂમમાં છે. હું મારા દિકરાને ખૂબ પ્રેમ કરુ છું. ડો. સાહેબ તેનું ધ્યાન રાખજો, હું તમારો ખૂબ આભારી રહીશ.
 
પતિની પસંદ નહોતી પત્નીની ડ્રેસિંગ સેન્સ

- પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અશું બુટીક ચલાવતી હતી. ત્યાં તેના ફ્રેન્ડ્સ પણ આવતા હતા. તે ખુલ્લા વિચારો વાળી હતી અને પોતાનું જીવન તેમની રીતે જીવવા માગતી હતી. પરંતુ સુનીલને આ પસંદ નહોતું. તે ઈચ્છતો હતો કે અંશુ બધો સમય સુનીલને જ આપે. તે જે રીતે ઈચ્છે છે અંશુ તે રીતે જ રહે. સુનીલને અંશુના ડ્રેસિંગ સેન્સથી પણ વાંધો હતો. તે કારણથી પણ તેમની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.
 
ઈંટથી પત્નીના માથા પર કર્યો હુમલો

- સીઓ લોહામંડી શ્યામકાંત યાદવના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝધડો થયો હતો. તે દરમિયાન સુનીલે અંશુને બેલ્ટથી ખૂબ માર માર્યો હતો અને તેના માથા પર ઈંટથી પણ હુમલો કર્યો હતો. લાશ પર ઈંટના ત્રણ નિશાન પણ મળી આવ્યા છે. 
- બોડિ જોઈને એવુ લાગે છે કે, સુનીલે માથા પર ત્યાં સુધી હુમલો કર્યો હતો જ્યાં સુધી અંશુ મરી ન જાય. આ દરમિયાન માથામાંથી સતત લોહી વહેવાના કારણે સુનીલે તકિયાથી તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારપછી સુનીલે તેની પત્નીની હત્યા કરીને પોતે પણ સુસાઈડ કરી લીધુ હતું.
 
પત્નીના મૃતદેહને ઠેકાણે પાડવા માગતો હતો પતિ

- સીઓ શ્યામકાંત યાદવે જણાવ્યું કે, સવારે 10 વાગે પત્નીની હત્યા પછી સુનીલે તેના રૂમમાં દારૂ પીધો હતો. રૂમમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યો હતો. તેની ઈચ્છા લાશને ઠેકાણે પાડવાની હતી. તેણે લાશને એક ચાદરમાં પોટલાની જેમ બાંધી અને પલંગમાંથી નીચે ઉતારી હતી. પોલીસને પલંગપર લોહીના ડાઘા અને લોહીવાળો તકીયો મળી આવ્યો હતો.
- પોલીસના જણાવ્યા પ્રમાણે, સુનીલને લાગ્યુ હશે કે તે રાત્રે લાશને ઠેકાણે નહીં પાડી શકે, કારણકે સુનીલ જે મેડિકલ સ્ટોર સંભાળે છે ત્યાં દવા લેનારાઓની ભીડ વધી જાય છે અને મેડિકલ સ્ટોર સંભાળતો બીજો એક કર્મચારી પણ આવીને વારંવાર દરવાજો ખખડાવતો હતો. આ જ કારણથી સાંજે સાત વાગે સુનીલે પણ સુસાઈડ કરી લીધ હતું. 
 
આગળની સ્લાઈડમાં જુઓ હાઈપ્રોફાઈલ મર્ડર સાથે સંકળાયેલી 9 તસવીરો
 
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chemist killed his wife and then commit suicide
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended