Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ 3 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી, 5 લાખ સુધી કમાણી પર 12500 સુધીનો લાભ

divyabhaskar.com | Feb 01, 2017, 20:06 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ  3 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી, 5 લાખ સુધી કમાણી પર 12500 સુધીનો લાભ,  national news in gujarati
બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના 3 લાખની આવક પર ટેક્સની છૂટ આપવામાં આવી છે.
 
બજેટમાં ખાસ જોગવાઇ એ કરવામા આવી છે કે હવે રેલવેની વેબસાઇટ પરથી બુકીંગ કરાવવા પર સર્વિસ ચાર્જ નહીં લાગે. IRCTCને શેરબજારમાં લિસ્ટેડ કરવામાં આવશે.
 
અપેક્ષા પ્રમાણે જેટલીએ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું હતું. રોકડ વ્યવહાર માટે હવે 3 લાખની લિમીટ નક્કી કરવામાં આવી છે.
 
આજે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં ઝારખંડ અને ગુજરાતને એઈમ્સને ફાળવણી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતને ક્યાં એઈમ્સ ફાળવવામાં આવી છે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.
 
નાણામંત્રી અરુણ જેટલીએ આજે વર્ષ 2017 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅરૂણ જેટલી અને તેમની આખી ટીમને અભિનંદન આપ્યાં છે. તેમણે કહ્યું કે આ બજેટમાં દેશના દરેક લોકો માટે કંઇક ને કંઇક છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext