Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ પૂર્વ કેગ વિનોદ રાયની BCCI હેડ તરીકે નિમણૂક, SCએ 4 એડમિનિસ્ટ્રેટર્સની પસંદગી કરી

divyabhaskar.com | Jan 30, 2017, 18:53 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ  પૂર્વ કેગ વિનોદ રાયની BCCI હેડ તરીકે નિમણૂક, SCએ 4 એડમિનિસ્ટ્રેટર્સની પસંદગી કરી,  national news in gujarati
 
સુપ્રીમ કોર્ટે BCCIનું એડમિનિસ્ટ્રેશન ચલાવવાની જવાબદારી પૂર્વ CAG વિનોદ રાય, રામચંદ્ર ગુહા, વિક્રમ લિમયે અને ડાયના ઇદુલજીને સોપી છે. કોર્ટે કેન્દ્રની તે માંગને નકારી દીધી હતી જેમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સેક્રેટરીને કમિટી મેમ્બર બનાવવાની માંગ કરવામાં આવી હતી.
 
આરબીઆઇ દ્વારા એટીએમમાંથી ઉપાડની લિમીટ વધારી દેવામા આવી છે. કરન્ટ અકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાંથી ઉપાડ લિમીટને  સંપૂર્ણ દૂર કરી દેવામાં આવી છે.
વડગામના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગિરી રૂ. 1.29 કરોડના સોનાની ઠગાઇ પ્રકરણમાં ફસાયા છે. આ પ્રકરણમાં ફરાર રહેલા ચિરાગ રાવલની પોલીસે પાલનપુરના માનસરોવર પાસેથી ધરપકડ કરી છે. પોલીસ ચિરાગ રાવલની પૂછપરછ કરશે. બીજી તરફ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સાધ્વીની મિલકત અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ રવિન્દ્ર જાડેજાના ફૂલેકામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરનાર કાકા નિર્દોષ જાહેર
એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના સીઝન્સ હોટલમાં લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ફૂલેકામાં જોશમાં આવી જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગે ભારે વિવાદ સર્જ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
 
લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ગાયનું માથું કપાયેલી હાલતમાં મળી આવતાં ઘર્ષણ સર્જાયું હતું. ઉશ્કેરાયેલા લોકોએ દુકાનોમાં તોડફોડ કરતાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉગ્ર માહોલમાં પોલીસ અને લોકો વચ્ચે પણ ઘર્ષણ સર્જાતા એક પીએસઆઈને ઈજા પહોંચી હતી. તો ટોળાને કાબુમાં લેવા 40થી વધુ ટીયરગેસના સેલ છોડાયા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended