Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ વોટ કાપતાં લોકો લોકતંત્રના ખિસ્સાકાતરુ, કેજરીવાલ પર મોદીનો પ્રહાર

divyabhaskar.com | Jan 28, 2017, 19:32 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ વોટ કાપતાં લોકો લોકતંત્રના ખિસ્સાકાતરુ, કેજરીવાલ પર મોદીનો પ્રહાર,  national news in gujarati
ગોવા વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. આ સ્થિતિમાં બાકી રહેલાં દિવસો માટે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવવા લાગ્યા છે. આજે પીએમ મોદી ગોવામાં રેલી સંબોધતા મોદીએ જણાવ્યું કે, ગોવાને એક બીમારી લાગુ પડી છે. આ બીમારી અસ્થિરતા છે.
જયપુરમાં પદ્માવતી ફિલ્મનું શૂટિંગ રદ, ભણસાલીને માર્યો હતો તમાચો
શુક્રવારે જયપુરમાં 'પદ્માવતી' ફિલ્મના શૂટિંગનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મમાં રાણી પદ્માવતી સાથે જોડાયેલા કેટલાક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવતાં પ્રદર્શનકારીઓએ ભણસાણીને તમાચો મારી દીધો હતો.
શનિવારે ચરોતરના વટામણ અને તારાપુર હાઈવે પર વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયા હતાં. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 
સેરેના વિલિયમ્સે વર્ષનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. ફાઇનલ મેચમાં તેને પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સને 6-4,6-4થી સીધા સેટોમાં હરાવ્યું હતું. આ સેરેનાની કારકિર્દીનોી 23મો ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ છે.
'ટપુ' કરશે 'તારક મહેતા...'ને બાય બાય, આ કારણે છોડી રહ્યો છે શો
વર્ષ 2008થી શરૂ થયેલી અને દેશના સૌથી લાંબા ટીવી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપુનો રોલ કરી રહેલો ભવ્ય ગાંધી હવે આ શો છોડી રહ્યો છે. વાસ્તવમાં છેલ્લા 6-8 મહિનાથી સીરિયલમાં ભવ્યનું કોઈ કામ રહ્યું ન હોવાથી તેણે આ સીરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે. ભવ્યએ પૂરતા સમય સુધી રાહ જોઈ હોવા છતાં પણ સ્ટોરીમાં ક્યાંય તેને લાયક કશું ન બનતું હોવાથી અંતે તેણે સીરિયલ છોડવાનું નક્કી કરી લીધું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended