Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ પાલનપુરઃ ડાયરામાં નોટોનો વરસાદ કરનાર સાધ્વીને ત્યાં પોલીસની રેડ, 1.25 કરોડ રોકડા, બે પેટી દારૂ જપ્ત

divyabhaskar.com | Jan 27, 2017, 20:08 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ પાલનપુરઃ ડાયરામાં નોટોનો વરસાદ કરનાર સાધ્વીને ત્યાં પોલીસની રેડ, 1.25 કરોડ રોકડા, બે પેટી દારૂ જપ્ત,  national news in gujarati
પાલનપુર પાસે આવેલા વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના આશ્રમમાં પોલીસે દરોડો પાડતા રૂ. 1.25 કરોડ રોકડા,  2.5 કિલો સોનું અને બે પેટી વિદેશી દારૂની મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 
ચિંકારા શિકાર કેસમાં પોતાનું નિવેદન નોંધવવા માટે શુક્રવારે સલમાન જોધપુર કોર્ટ પહોંચ્યો હતો. સલમાનને 28 સાક્ષીના નિવેદન સંભળાવવામાં આવ્યા હતા. સલમાનને કોર્ટમાં 65 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે સલમાને કોર્ટમાં કહ્યું હતું કે, હું નિર્દોષ છું.
 
પાણી વગર તરફડતી માછલીની જેમ કોંગ્રેસ સત્તા માટે તરફડે છેઃ મોદી
પંજાબ વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. આ સ્થિતિમાં બાકી રહેલાં 7 દિવસો માટે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવવા લાગ્યા છે. આજે પીએમ મોદીએ જાલંધરના  પીએપી ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, પંજાબ શૂરવીરો, સંતો, ત્યાગ અને બલિદાનની ધરતી છે.
 
પ્રેમમાં વ્યક્તિ કોઇપણ હદ સુધી જઇ શકે તેવું ઘણી વખત સાંભળવામાં આવ્યું છે, પરંતુ એક યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઇનકાર બાદ બદલો લેવા માટે તેના ઘરમાં 3.60 લાખ રૂપિયાનું ચરસ મૂકી દીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ચાંદલોડીયા વિસ્તારમાં એક યુવતીના ઘરમાંથી 600 ગ્રામ ચરસ પકડ્યું હતું.
 
દિલ્હીમાં બે વર્ષના એક બાળકને તેની માતાએ સીડી પરથી ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મામલો પ્રહલાદપુર વિસ્તારનો છે. આરોપી મહિલા સોનુ ગુપ્તા સામે તેના પતિની ફરિયાદ બાદ પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો મામલો નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended