Home »National News »Latest News »National» Checkout Top News Stories At Divyabhaskar

એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ સંસદમાં મોદી વરસ્યા વિપક્ષ પર, ગુજરાતમાં હાર્દિક હશે શિવસેનાનો ચહેરો

divyabhaskar.com | Feb 07, 2017, 20:20 PM IST

  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ સંસદમાં મોદી વરસ્યા વિપક્ષ પર, ગુજરાતમાં હાર્દિક હશે શિવસેનાનો ચહેરો,  national news in gujarati
 
મોદીએ મંગળવારે સંસદમાં રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ચાલી રહેલા ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચામાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ભાષણમાં મોદીએ નોટબંધી અને કાળા નાણાં મુદ્દે જવાબ આપ્યો હતો. ભાષણ દરમિયાન મોદીએ ફરી એક વખત બેનામી સંપત્તિ ધરાવનાર લોકોને ચેતવણી આપી હતી. 
 
 
શિવસેના અને બીજેપીની વચ્ચેનો ખટરાગ હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે તેવા સમયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એલાન કર્યું છે કે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો હશે. 
 
 
વડાપ્રધાન મોદીએ મંગળવારે લોકસભામાં નોટબંધી, અર્થતંત્ર, સામાન્ય બજેટ, રેલવે બજેટ, કાળું નાણું, સર્જિકલ સ્ટ્રાઈક, ટેક્સ ચોરી જેવા અનેક વિષયો પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા. ભાષણની શરૂઆતમાં જ તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો. 
 
 
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 7 મુસ્લિમ દેશોના લોકોને અમેરિકા પ્રવેશ પર મનાઈના આદેશથી ભ્રમની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. મુસ્લિમ દેશો પ્રત્યેના ટ્રમ્પના કડક વલણ વચ્ચે કેટલાક મુસ્લિમ દેશો એવા છે જેની પર બેન મૂકવા અંગે ટ્રમ્પ સપનામાં પણ વિચારી ન શકે.
 
IPL-10: ઇશાંત શર્મા સહિત 7 પ્લેયર્સની બેઝ પ્રાઇસ 2 કરોડ, 20મીએ હરાજી
આઇપીએલ-10 માટે 20 ફેબ્રુઆરીએ હરાજી થશે. આ પહેલા આઠ ટીમોએ રિલીઝ કરેલા કેટલાક પ્લેયર્સ તેમજ નવોદિતોની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. જેમાં ભારતમાંથી એકમાત્ર ઇશાંત શર્માની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. 
 
અમેરિકાની ટ્રમ્પ સરકારે નિકાસલક્ષી કાયદાઓમાં ફેરફાર કર્યા છે. જેના પગલે ભારતને અમેરિકામાંથી હથિયારો તથા તેને લગતી ટેક્નોલોજીની આયાત કરવામાં મદદ મળશે.
 
આજ રોજ સાબરમતી જેલમાંથી 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં. જેને લેવા માટે પોતાના ઘરેથી પરિવારજનો આવ્યા હતાં. લાંબા સમય બાદ જેમને જોઈને આંખો ભીની થઈ ગઈ હતી. 
 
સુરતના પરવત પાટીયા નજીક એક સ્ટુડન્ટ ભરેલી સ્કૂલવાનનો એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ઘર આંગણે બેસેલી એક મહિલાને વાને અફડેટે લેતાં તેનો પગ આગળ જમ્પરમાં ફસાઈ ગયો હતો. જેથી પગને જમ્પરમાંથી કાઢવા માટે કાપવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. 
 
 
પાક.માં રીલિઝ નહીં થાય 'રઈસ', કહ્યું- ફિલ્મમાં મુસલમાનોની નેગેટિવ ઈમેજ
 
શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાકિસ્તાન સેન્સર બોર્ડે 6 ફેબ્રુઆરીના રોજ કહ્યું કે, ફિલ્મનું કન્ટેન્ટ અને થીમ બરાબર નથી. તેમાં મુસલમાનોની નેગેટિવ ઈમેજ સાથે તેને ક્રિમિનલ, વોન્ટેડ વ્યક્તિ અને આતંકવાદીની જેમ બતાવવામાં આવ્યા છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories at divyabhaskar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext